રોકડા મળ્યા:જિલ્લાની એક સ્કૂલમાં વિદ્યાર્થીની બેગમાંથી રૂપિયા 12 હજાર મળ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાલીને શાળાએ બોલાવીને નાણાં અંગેની ખરાઇ કરાઇ

જિલ્લાની એક સ્કુલમાં વિદ્યાર્થીઓની સ્કુલબેગની ચકાસણી કરતા તેમાંથી એક વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી રોકડા રૂપિયા 12000 મળી આવ્યા હતા. આથી તાાત્કાલિક અસરથી વિદ્યાર્થીના વાલીને શાળામાં બોલાવીને જાણ કરાઇ હતી. જોકે વાલીએ જ રૂપિયા આપ્યા હોવાનું જણાવ્યું હતું. શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના સ્કુલ બેગની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ-11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી રોકડા રૂપિયા 12000 મળી આવ્યા હતા. પરંતુ અન્ય કોઇ જ વસ્તુ નહી મળી આવતા શાળા સંચાલકોને રાહત થઇ હતી.

વિદ્યાર્થીના બેગમાંથી રૂપિયા મળ્યા છે અન્ય કોઇ જ વસ્તુ મળી નથી
વિદ્યાર્થીની બેગમાંથી રૂપિયા 2 લાખ અને ડ્રગ્સ તથા ઇ-સિગારેટ મળી હોવા અંગે જિલ્લા શિક્ષણાધિકારી ભરત વઢેરને પુછતા જણાવ્યું છે કે વિદ્યાર્થીની સ્કુલ બેગમાંથી માત્ર 12000 રૂપિયા જ મળ્યા છે. અન્ય કોઇ જ વસ્તુ મળી નથી.

અન્ય સમાચારો પણ છે...