અન્ય 12 પુરાવા માન્ય:વોટિંગ માટે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવા માન્ય રહેશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • આધાર કાર્ડ, પાસપોર્ટ પણ સ્વીકારાશે
  • NRI મતદારે માત્ર પાસપોર્ટ રજૂ કરવો પડશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન માટે ચૂંટણી કાર્ડ સિવાય અન્ય 12 પુરાવા માન્ય ગણાશે. જ્યારે એનઆરઆઈ મતદારે માત્ર પાસપોર્ટ રજૂ કરવાનો રહેશે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે જે મતદારો પાસે ચૂંટણી પંચનું ફોટો ઓળખપત્ર ન હોય તે મતદારો પણ અન્ય 12 પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરીને મતદાન કરી શકશે.

ચૂંટણી પંચની યાદીમાં જણાવ્યા પ્રમાણે, ચૂંટણી પંચનું ફોટો ઓળખપત્ર ન હોય તો આધાર કાર્ડ, મનરેગાનું જોબકાર્ડ, બેંક-પોસ્ટ ઓફિસની ફોટો સાથેની પાસબુક, હેલ્થ ઇન્સ્યોરન્સ કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ, ફોટોગ્રાફ સાથેના પેન્શન ડોક્યુમેન્ટ, સરકારી કંપનીઓએ કર્મચારીઓને ઇશ્યૂ કરેલા ફોટો ઓળખપત્રો, ભારત સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલા યુનિક ડિસએબિલિટી આઇડી કાર્ડ પૈકી કોઈ પણ એક પુરાવો રજૂ કરી શકાશે.

જ્યારે એનઆરઆઈએ મતદાર તરીકે નોંધણી કરાવી હોય તો તેમણે મતદાન મથકે ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને તેમની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. ઇલેક્શન કાર્ડ ન હોય તો પણ મતદાર યાદીમાં નામ હોય તે પ્રમાણે નક્કી કરાયેલા ઓળખ કાર્ડ દ્વારા મતદાન કરી શકાશે.

અન્ય સમાચારો પણ છે...