તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:GIDCમાં ગેરેજ માલિક ઉપર અદાવતમાં 12 લોકોનો હુમલો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેમ સમાધાન કરતો નથી કહી 12 જણ તૂટી પડ્યા, કારને નુકસાન કરી અંદર રહેલી રોકડ રકમ લઇ ભાગી ગયા

શહેરના સે-28 જીઆઇડીસીમા એક ગેરેજ ચલાવતા વેપારીને અંગત અદાવત રાખી ઢોર માર મારવામા આવ્યો હતો. 12 જેટલા લોકો ધોકા અને પાઇપ લઇને આવીને કહ્યુ કે તને હમણા આવીને વાત કરી તે બાબતે શુ કરવાનુ છે, તુ અગાઉની બાબતે કેમ સમાધાન કરતો નથી કહી હથિયારો સાથે તુટી પડ્યા હતા. પોલીસે આરોપીઓ સામે લૂંટ અને ધાડનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

31 વર્ષિય સંજય દિનેશભાઇ પટેલ (રહે. ગાંધીનગર) સે-28 જીઆઇડીસીમા ગેરેજ ચલાવે છે. ત્યારે ગઇકાલ સાંજના સમયે ગેરેજમા મારા ભાગીદાર અને કારીગર સાથે કામ કરી રહ્યા હતા, તે દરમિયાન 3 લોકો આવ્યા હતા અને કહ્યુ હતુ કે, હંુ કેવલસિંહ છુ અને તારા ગામનો છુ, તુ મને ઓળખે છે કે નહિ તેવુ કહી મને કુલદિપસિંહ વાઘેલા અને બીજા લોકો સામે કેસ કર્યો છે તેમા સમાધાન કરી લે તને ખર્ચો પાણી મળી રહેશે કહી બાદમા તમામ જતા રહ્યા હતા.

જ્યારે ગેરેજ માલિક સંજય પટેલ કાર લઇ ઘરે કોલવડા બપોરે જમવા જઇ રહ્યો હતો, તે સમયે કોલવડાના જયદીપસિંહ ઉર્ફે ઉંધી વાઘેલા અને બીજા 2 લોકો જેમાં જયદીપસિંહ લોખંડની પાઇપ લઇને ઉભો હતો. કારને રોકી જયદીપસિંહે કહ્યુ તે કેવલસિંહ હમણા વાત કરી તેનુ શુ કર્યુ ? તે સમયે સંજય કારમાં બેસી રવાના થતા જ તેને પકડીને ડાબા પગમા પાઇપ મારી હતી. બાદમા કાર, આઇ 20 કાર અને 2થી 3 બાઇક આવીને કોર્ડન કરી લીધો હતો.

જેમાં કુલદિપસિંહ વાઘેલા, કેવલસિંહ, જયરાજસિંહ વાઘેલા, હમરાજસિંહ વાઘેલા, જગતસિંહ વાઘેલા, વિજયસિંહ વાઘેલા અને અન્ય 6 અજાણ્યા વ્યક્તિઓ લાકડાના ધોકા, સાઇકલની ચેઇન હાથમાં લઇને તુટી પડ્યા હતા. સંજય બચવા કાર મુકીને ભાગી ગયો હતો અને દુર આવેલી એક ફેક્ટરીમાં સંતાઇ ગયો હતો. આરોપીઓ કારમાં રહેલા રૂ. 63 હજાર, 10 હજારની કિંમતો મોબાઇલ અને સ્વીફ્ટ કારને આશરે 2 લાખનુ નુકશાન કરી ભાગી ગયા હતા. સે-21 પોલીસમા ગુનો નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...