બોર્ડ પરીણામ:12 - સામાન્ય પ્રવાહનું પરિણામ 87.84 ટકા પરિણામ; 5 વર્ષની સરખામણીએ સૌથી વધુ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ઓફલાઇન કરતાં ઓનલાઇન શિક્ષણથી ધોરણ-12 સામાન્યના વિદ્યાર્થીઓને ફાયદો થયો

કોરોનાની મહામારીમાં ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ઓફલાઇન કરતા ઓનલાઇન શિક્ષણ ફળ્યું હોય તેમ શિક્ષણ બોર્ડે પ્રસિદ્ધ કરેલા ધોરણ-12 સામાન્યપ્રવાહના પરિણામ પરથી લાગી રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે પરિણામ સૌથી વધારે આવ્યું છે. જિલ્લાના 11161માંથી 9804 વિદ્યાર્થીઓ પાસ થતાં જિલ્લાનું પરિણામ 87.84 ટકા પરિણામ આવ્યું છે. જેમાં નગરની સ્કુલ ઓફ કોમર્સની છ અને આર.સી.પટેલ સ્કુલની પાંચ વિદ્યાર્થીઓ સહિત કુલ-42 વિદ્યાર્થીઓ એ-1 ગ્રેડમાં સ્થાન મેળવ્યું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે ગત માર્ચ-2022ના રોજ લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામે શનિવારે પ્રસિદ્ધ કર્યું છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપવા માટે જિલ્લાના 11227 વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભર્યા હતા. તેમાંથી 11161 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા 9804 વિદ્યાર્થીઓ નાપાસ થતા જિલ્લાનું પરિણામ 87.84 ટકા આવ્યું છે. જોકે એ-1 ગ્રેડમાં જિલ્લાના 42 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે.

તેમાં સેક્ટર-28ની સ્કુલ ઓફ કોમર્સની આંચલ પટેલ, ઋતુ શાહ, આનલ પટેલ, વૈભવી સોલંકી, યજરાજસિંહ સિસોદિયા અને કેવિલ સોલંકી જ્યારે સેક્ટર-23ની આર.સી.પટેલ સ્કુલના ખુશી પટેલ, ધ્રવી મહેતા, મિતેશ પટેલ, ધારા કવર, હેત પ્રધાન અને સેક્ટર-23ની આર.જી.પટેલ સ્કુલની અપૂર્વા જોશી, પ્રેક્ષા પટેલનો સમાવેશ થાય છે. ઉપરાંત દહેગામ તાલુકાની મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલની અલ્ફીના વોરા, સાંદિપની ગુરૂકુલ વિદ્યાલયની તનિષા રાઠોડ, માધવી જોશી અને શ્રદ્ધા પટેલ જ્યારે રેવાબા વિદ્યામંદિરની સ્નેહા પટેલનો એ-1 ગ્રેડમાં સમાવેશ થાય છે.

જિલ્લાનું છેલ્લાં 5 વર્ષનું અને વિવિધ કેન્દ્રવાઈઝ પરિણામ

જિલ્લાનું છેલ્લા પાંચ વર્ષનું પરિણામ
વર્ષકુલવિદ્યાર્થીપાસપરિણામ
201715040867157.65%
201812920711655.08%
201910755861580.10%
202011262890679.08%
2021માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતુ.

વિવિધ કેન્દ્રવાઈઝ પરિણામ

કેન્દ્રકુલવિદ્યાર્થીપાસપરિણામ
ગાંધીનગર2016179689.09%
ચાંદખેડા1333107680.72%
કલોલ1436120083.57%
માણસા88278288.66%
દહેગામ93988894.57%
નાંદોલ35734396.07%
ઝંીડવા36533290.96%
કનીપુર62758192.66%
ચંદ્રાલા15513285.16%
છાલા23921891.21%
ડભોડા37736897.61%
ગાંધીનગર દ.98386688.10%
અડાલજ38229176.81%
લવારપુર28426191.90%
લીંબોદરા40138495.76%
પરબતપુરા29623479.05%

​​​​​​

અન્ય સમાચારો પણ છે...