વાલીઓમાં ચિંતા:ધો-12 સાયન્સના 1190 વિદ્યાર્થી નીટની પરીક્ષા માટે ડિસક્વોલિફાય થવા શક્યતા

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 8 માસ ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલ્યું હતું
  • સી2 અને ડી ગ્રુપમાં 1190 વિદ્યાર્થીનો સમાવેશ

છેલ્લા પાંચ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધોરણ-12 સાયન્સનું પરિણામ નીચું રહ્યું છે. જેને પરિણામે સી2 અને ડી ગૃપમાં 1190 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આથી બી ગૃપના વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા માટે ડિસક્વોલીફાઇ થવાની શક્યતા રહેલી છે. જેને પરિણામે વાલીઓમાં ચિંતા વધી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડે માત્ર 32 જ દિવસમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરી દીધુ છે. આથી વાલીઓ અને વિદ્યાર્થીઓની ધારણા કરતા વહેલા આવેલા પરિણામથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં કહીં ખુશી કહીં ગમના દ્દશ્યો સર્જાયા છે. જોકે ચાલુ શૈક્ષણિક વર્ષમાં આઠેક માસ સુધી ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું હોવા છતાં શિક્ષણ બોર્ડે પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું.

ત્યારે સાયન્સના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આપવી કે ડ્રોપ લેવો તેવી અસમંજસ જેવી સ્થિતિ ઉભી થઇ હતી. તેમ છતાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપતા ડી અને સી2 ગ્રેડમાં સમાવેશ કરતું પરિણામ આવ્યું હતું. આથી ધોરણ-12 સાયન્સના બી ગૃપના વિદ્યાર્થીઓ માટે મેડિકલ પ્રવેશ માટેની નીટની પરીક્ષા માટે ક્વોલીફાય થશે કે નહી તેવી ચિંતા વાલીઓ અને વિદ્યાર્થીઓને સતાવી રહી છે.

કેમ કે જિલ્લાના 1190 વિદ્યાર્થીઓ સી2 અને ડી ગ્રેડવાળુ પરિણામ આવ્યું છે. નીટની પરીક્ષા માટે બોર્ડ પરીક્ષામાં 40 અને 50 ટકા સાથે પાસ થયેલાનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે. જેમાં ઓબીસી, એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે 40 ટકા, ઓપન કેટેગરી માટે 50 ટકા નક્કી કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...