તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ગાંધીનગર જિલ્લામાં ગૌચર જમીન પરના 292 પૈકી 119 દબાણ દૂર કરવામાં આવ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરના ધારાસભ્યના લેખિત પ્રશ્નનો ઉત્તર આપતા પંચાયત મંત્રી
 • ગામતળ અને ગૌચર જમીન ઉપર કાચા પાકા દબાણો સ્થાનિક લોકો દ્વારા કરાય છે
 • દબાણો હટાવીને 98.47 હેક્ટર જમીનને ખુલ્લી કરવામા આવી

જિલ્લાના ગૌચર જમીનમાં ગત વર્ષ-2018માં થયેલા દબાણ અંગેની 292 ફરિયાદો મળી હતી. ફરિયાદોના આધારે ગ્રામ પંચાયત દ્વારા કુલ 119 દબાણોને દુર ગૌચરની કુલ 98.47 હેક્ટર જમીનને મુક્ત કરવામાં આવી હોવાનું વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા પંચાયત મંત્રીએ વિધાનસભામાં માહિતી આપી હતી.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કાચા અને પાકા દબાણો દૂર કરવાની રાજ્ય સરકારે સૂચના આપી છે. તેમાં ગ્રામ્ય વિસ્તારમાં ગામતળ અને ગૌચર જમીન ઉપર કાચા પાકા દબાણો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવતા હોય છે. જોકે ગામડાઓમાં થતાં ગામતળ અને ગૌચર જમીન ઉપરના દબાણો દુર કરવાની સત્તા ગુજરાત પંચાયત અધિનિયમ અંતર્ગત ગ્રામ પંચાયતને સત્તાઓ આપવામાં આવી છે. ગામડાઓમાં ગૌચર અને ગામતળ જમીન ઉપર થયેલા દબાણો દૂર કરવા માટે સ્થાનિક લોકો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને તેમજ જિલ્લા તથા તાલુકા પંચાયતને ફરિયાદ કરવામાં આવે છે.

દબાણ અંગેની ફરિયાદના આધારે ગ્રામ પંચાયત દ્વારા કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવે છે. વિધાનસભામાં પાલનપુરના ધારાસભ્ય મહેશકુમાર પટેલે રાજ્યભરના જિલ્લાઓમાં વર્ષ-2018માં ગૌચર જમીન ઉપર દબાણ થયાની કેટલી ફરિયાદો આવી છે. ફરિયાદોના આધારે ગત તારીખ 31મી, ઓક્ટોબર-2019ની સ્થિતિએ દુર કરાયેલા દબાણ તેમજ દબાણ દુર કરવા શું કાર્યવાહી કરાઇ તેની માહિતી પ્રશ્ન પૂછીને માંગી હતી.

ધારાસભ્યના પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના પંચાયત મંત્રીએ જણાવ્યું છે કે ગાંધીનગર જિલ્લાની ગૌચર જમીનમાં દબાણ કર્યાની કુલ 292 ફરિયાદો આવી હતી. ફરીયાદોના આધારે સ્થાનિક ગ્રામ પંચાયતો દ્વારા કુલ 119 ફરિયાદોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા. દબાણો દૂર કરતા કુલ 98.47 હેક્ટર ગૌચર જમીન ઉપરથી દબાણો દૂર કરવામાં આવ્યા છે.તેમ વિધાનસભામાં પ્રશ્નોતરીમાં જણાવાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો