તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં લાંબા સમયથી વેરો નહીં ભરનાર લોકોને મિલકતો હવે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાકી વેરો ભરવા નોટિસ છતાં નહીં ભરનાર 119 મિલકતધારકો સામે સીલિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. શહેરમાં એપ્રિલથી ડિસેમ્બર 2020 સુધીમાં મનપા દ્વારા 27.14 કરોડ મિલકતવેરાની વસૂલાત થઈ છે. જાન્યુઆરી મહિનાથી ટેક્સ શાખાએ કર વસૂલાત માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
પ્રથમ તબક્કામાં જાન્યુઆરી માસમાં 50 હજારથી વધુ મિલકતવેરો બાકી હોય તેવા 630 બાકીદારોને નોટિસ આપવામાં આવી હતી. જેમાંથી 118 રહેણાક મિલકતધારકો અને 449 બિન-રહેણાક મિલકત ધારકોનો સમાવેશ થાય છે. જેમાં 119 મિલકત ધારકો સિવાયના લોકોએ વેરા ભરી દેતા વેરાની 50 લાખ જેટલી વસૂલાત થઈ હતી. જોકે 15ની મુદ્દતમાં પણ વેરો નહીં ભરનાર 119 મિલકત ધારકો સામે હવે સિલિંગ ઝુંબેશ હાથધરવામાં આવશે. માર્ચ -2021 પહેલાં 30 કરોડની કર વસૂલાત કરવાના લક્ષ્ય સાથે હવે 25થી 50 હજાર સુધીનો બાકી વેરો હોય તેવા મિલકતધારકોને નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે સિલિંગ ઝુંબેશથી બચવા માટે વેરો ભરવામાં બેદરકારી રાખનારા મિલકતધારકોને વેરો ભરી દેવા કહેવાયું છે.
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં લાંબા સમયથી વેરો નહીં ભરનાર લોકોને મિલકતો હવે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાકી વેરો ભરવા નોટિસ છતાં નહીં ભરનાર 119 મિલકતધારકો સામે સીલિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જોકે આગામી દિવસોમાં મનપાની ચૂંટણી આવી રહી હોવાથી આ વર્ષનું બજેટ પણ ચૂટણીલક્ષી જ રહેશે તેવી ધારણા રાખવામા આવી રહી છે તેમ છતાં મનપા દ્વારા ચૂટણી પહેલા શહેરમાં જે લોકોએ લાંબા સમયથી વેરો ભર્યો નથી તેવા લોકો સામે કડક હાથે કામગીરી કરવાના ભાગરૂપે આવી નોટિસ અપાઈ હતી.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.