શિક્ષણ:RTEના પ્રથમ રાઉન્ડમાં 1189 છાત્રોને પ્રવેશ મળ્યો

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અરજીઓની ચકાસણી કરાતાં 2626 અરજ મંજૂર કરાઈ, જ્યારે 850 અરજ રદ કરાઈ

ફરજિયાત શિક્ષણના કાયદા અંતર્ગત ખાનગી શાળામાં ગરીબ બાળકોને પ્રવેશ માટે આવેલ કુલ 3476 અરજીઓમાંથી 2626 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 1299માંથી 1189 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાના ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યના શિક્ષણ વિભાગે આરટીઇ મુજબ ગરીબ પરિવારોના બાળકો પણ ખાનગી શાળામાં ભણી શકે તે માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગાંધીનગર જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓ માટે આરટીઇ મુજબ પ્રવેશ મેળવવા કુલ 3476 અરજીઓ આવી હતી.અરજીઓની ચકાસણી કરવામાં આવતા 850 અરજીઓ રદ કરવામાં આવી હતી. જ્યારે 2626 અરજીઓ મંજૂર કરવામા આવી હતી. જેમાંથી પ્રથમ પ્રવેશનો રાઉન્ડ યોજવામાં આવ્યો હતો. જેમાં 1299 અરજીઓવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યો હતો. જેમાંથી 102 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો નહીં. જ્યારે 18 વિદ્યાર્થીઓનો પ્રવેશ રદ વાલીઓએ કર્યો હતો. જિલ્લામાં કુલ 11,89 વિદ્યાર્થીઓએ આરટીઇ મુજબ ખાનગી શાળાના ધોરણ-1માં પ્રવેશ મેળવ્યો હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.