તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એક્સક્લુઝિવ:ગાંધીનગરમાં 10 મહિનામાં 822 સામે એપ્રિલ-મેમાં જ 1185 કોવિડ અંતિમવિધિ, 2. 77 લાખ કિલો લાકડાં વપરાયાં

ગાંધીનગર3 મહિનો પહેલાલેખક: આશિષ મકવાણા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એપ્રિલ મહિનામાં સૌથી વધુ 781, મેમાં 404ના અંતિમ સંસ્કાર કરાયા
  • મુક્તિધામમાં એપ્રિલ, 20થી મે, 21 સુધીના 14 મહિનામાં કોવિડ પ્રોટોકોલથી 2007 અંતિમવિધિ કરાઈ

ગાંધીનગરમાં કોરોનાના કહેરે અનેક પરિવાર વિખેરી નાખ્યા છે, જેનો ખ્યાલ અંતિમધામમાં થયેલા અંતિમ સંસ્કારના આંકડા પરથી જ આવી જાય છે. સેક્ટર-30 સ્થિત મુક્તિધામમાં જ એપ્રિલ, 2020થી મે, 2021 સુધીના 14 મહિનામાં જ કોવિડની માર્ગદર્શિકા પ્રમાણે કુલ 2007 અંતિમવિધિ થઈ છે. તેમાં પણ કોરોનાની બીજી લહેર એટલી ઘાતક હતી કે આ કુલ અંતિમવિધિમાંથી વર્ષ 2021ના એપ્રિલ અને મે મહિનામાં જ 1185 અંતિમવિધિ થઈ હતી, જેની સામે કોરોનાની શરૂઆતથી માર્ચ, 2021 સુધીના 12 મહિનામાં 822 અંતિમવિધિ થઈ હતી.

આ વર્ષે એપ્રિલ અને મે મહિનામાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે થયેલી 1185 અંતિમવિધિ સહિત કુલ 1938 અંતિમવિધિ થઈ હતી, જેમાં એપ્રિલ મહિનામાં જ કોવિડની 781 સહિત 1282 અંતિમવિધિ થઈ હતી, જેમાં 721 મૃતદેહને લાકડાં, 541 મૃતદેહને સીએનજી ભટ્ટીમાં અગ્નિદાહ અપાયો હતો જ્યારે 17 બાળકની દફનવિધિ થઈ હતી.

લાકડાંમાં થયેલી 721 અંતિમવિધિમાં 1,98,810 કિલો એટલે કે 9940 મણ લાકડાં તથા 5061 પૂળાનો વપરાશ થયો હતો. મે મહિનામાં કોવિડની 404 સહિત કુલ 656 અંતિમવિધિ થઈ હતી, જેમાં લાકડાંમાં 298 અને સીએનજી ભઠ્ઠીમાં 332 અંતિમવિધિ થઈ હતી. લાકડાની 298 અંતિમક્રિયામાં કુલ 78600 કિલો એટલે કે 4380 મણ લાકડાંનો ઉપયોગ થયો હતો. આ સિવાય કુલ 1239 પૂળાનો વપરાશ થયો હતો.

2020ની કોવિડ સાથેની કુલ અંતિમવિધિ​​​​​​

મહિનોકોવિડસ્ત્રીપુરુષકુલ
એપ્રિલ101121
મે14410185
જૂન39534177
જુલાઈ802258264
ઑગસ્ટ711754236
સપ્ટેમ્બર1162690274
ઓક્ટો.1263492323
નવેમ્બર20658148409
ડિસેમ્બર973958270
કુલ7502055452776

​​​​​​વર્ષ 2020માં કોરોનાકાળની શરૂઆતમાં એપ્રિલ મહિનામાં પહેલું મૃત્યુ થયું હતું. ત્યાર બાદ વર્ષ પૂરું થતાં સુધીમાં સેક્ટર-30ના મુક્તિધામમાં કુલ 750 અંતિમક્રિયા કરાઈ હતી, જેમાં 205 મહિલા અને 545 પુરુષોના મૃતદેહો હતા, જેમાં 50 વર્ષથી નીચેના કુલ 133 લોકો હતા જ્યારે 50 વર્ષથી ઉપરના 617 મૃતકનો સમાવેશ થાય છે.

2021ની કોવિડ સાથેની કુલ અંતિમવિધિ​​​​​​​

મહિનોકોવિડસ્ત્રીપુરુષકુલ
જાન્યુઆરી26422206
ફેબ્રુઆરી110130
માર્ચ451332196
એપ્રિલ7812884931282
મે404126278656
કુલ12574328252470

​​​​​​​ડિસેમ્બર 2020થી પછી કેસ ઘટતાં ફેબ્રુઆરી, 21માં માત્ર એક જ અંતિમવિધિ થઈ હતી. પછી રોકેટ ગતિએ કેસ વધતાં માત્ર એપ્રિલ, 21માં જ કુલ 781 અંતિમવિધિ થઈ હતી, જે 2020ના કોરોનાકાળના 9 મહિનામાં થયેલી કુલ 750 અંતિમવિધિ કરતાં પણ વધુ છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી 31 મે સુધીમાં 5 મહિનામાં કોરોનાની 1257 અંતિમવિધિ થઈ હતી જેમાં 432 સ્ત્રી અને 825 પુરુષ મૃતકોના સમાવેશ થાય છે. કોરોનાની 1257 અંતિમવિધિમાં 50 વર્ષથી નીચેના 265 તથા 50 વર્ષથી ઉપરના 992 મૃતકોનો સમાવેશ થાય છે.

મનપાને રૂ.14.40 લાખનાં લાકડાં વિના મૂલ્યે મળ્યાં
કોરોનાની બીજી લહેરમાં મૃતકોની સંખ્યા વધતાં લાકડાંની ઘટ ઊભી થઈ હતી. જેમાં સરકારે પરિપત્ર કરીને સ્થાનિક કોર્પોરેશનને જલાઉ લાકડાં આપવા વનવિભાગને સૂચના આપી હતી. જેને અનુલક્ષીને ગાંધીનગર કોર્પોરેશને વન વિભાગ તરફથી 18 હજાર મણ લાકડાં મળ્યાં હતાં. સામાન્ય રીતે તંત્ર દ્વારા એજન્સી મારફતે 80 રૂપિયા મણના ભાગે લાકડાં લેવાતાં હોય છે. તે હિસાબે જોઈએ તો વન વિભાગ તરફથી મનપા તંત્રને 14.40 લાખના રૂપિયાનાં લાકડાં વિનામૂલ્યે મળ્યા છે. જેમાંથી હજુ પણ દોઢ-બે મહિના ચાલે તેટલાં લાકડાં હજુ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...