ભરતીનું આયોજન:અમદાવાદમાં 40 સહિત રાજ્યમાં 1181 જુનિયર ક્લાર્કની ભરતી થશે, ધોરણ 12 પાસ સુધીની શૈક્ષણિક લાયકાત

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • આજથી 8 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરાશે

પંચાયત વિભાગ દ્વારા તલાટી બાદ હવે જુનિયર ક્લાર્કની 1181 જગ્યાની ભરતી જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયતોમાં વહીવટ અને હિસાબ શાખામાં જુનિયર ક્લાર્ક વર્ગ-3ની ભરતી કરવામાં આવશે. જુનિયર ક્લાર્ક માટે પણ મહત્તમ વયમર્યાદા 36 વર્ષની રાખવામાં આવી છે, મહિલા અને અનામત કેટેગરીના ઉમેદવારને વયમર્યાદામાં વધુ 5 વર્ષની છૂટ મળશે, જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ-12 પાસ નિયત કરાઇ છે. ઉમેદવારો 8 માર્ચ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.

જુનિયર ક્લાર્કની કુલ 1181 જગ્યાઓ પૈકી 585 જગ્યાઓ સામાન્ય વર્ગ માટે, 104 જગ્યા આર્થિક નબળા વર્ગ માટે, 285 જગ્યાઓ ઓબીસી માટે, 59 જગ્યા એસસી, 148 જગ્યા એસટી કેટેગરી માટે, 85 જગ્યાઓ દિવ્યાંગ ઉમેદવારો માટે અને 104 જગ્યાઓ માજી સૈનિક માટે અનામત રાખવામાં આવી છે. પંચાયત વિભાગમાં વિવિધ સંવર્ગમાં 15 હજાર જગ્યાઓની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

કચ્છમાં સૌથી વધુ 59 જગ્યા ભરાશે

જિલ્લોજગ્યા
અમદાવાદ40
અમરેલી58
આણંદ30
અરવલ્લી24
બનાસકાંઠા51
ભરૂચ53
ભાવનગર47
બોટાદ18
છોટાઉદેપુર24
દાહોદ41
દ્વારકા24
ડાંગ14
ગાંધીનગર21
સોમનાથ21
જામનગર33
જૂનાગઢ47
કચ્છ59
ખેડા38
મહીસાગર24
મહેસાણા38
મોરબી24
નર્મદા22
નવસારી28
પંચમહાલ38
પાટણ36
પોરબંદર17
રાજકોટ52
સાબરકાંઠા38
સુરત39
સુરેન્દ્રનગર50
તાપી30
વડોદરા36
વલસાડ43
કુલ1181
અન્ય સમાચારો પણ છે...