એજ્યુકેશન:જિલ્લાની ખાનગી શાળાઓમાં RTE મુજબ પ્રવેશ લેવા 117 વાલીને રસ નથી

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ રાઉન્ડમા1414ને પ્રવેશ ફાળવ્યા તેમાંથી 1285એ પ્રવેશ લીધો
  • પ્રથમ રાઉન્ડની પ્રવેશની કામગીરી 7મી, મે સુધી લંબાવવામાં આવી

આરટીઇ મુજબ પ્રથમ રાઉન્ડના પ્રવેશ માટે 1414 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવ્યો છે. તેમાંથી 1285 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે જ્યારે 117 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો નથી. જોકે પ્રથમ રાઉન્ડની પ્રવેશની કામગીરી આગામી 7મી, મે સુધી લંબાવવામાં આવી છે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ગરીબ અને વંચિત પરિવારના સંતાનો પણ ખાનગી પ્રાથમિક શાળામાં શિક્ષણ લે તે માટે ફરજિયાત શિક્ષણના કાયદા મુજબ ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવે છે. જેના ભાગરૂપે જિલ્લામાં આરટીઇ મુજબ પ્રવેશની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રથમ રાઉન્ડમાં આવેલી અરજીઓ માટે કુલ-1414 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવ્યો છે.

જોકે વાલીઓને પ્રવેશ મળેલી શાળામાં આગામી તારીખ 5મી, મે સુધીમાં પ્રવેશ લઇ લેવાની સુચના આપી હતી. જોકે હાલમાં ચાલતી લગ્નસીઝનને ધ્યાનમાં રાખીને પ્રવેશ લેવાની તારીખ 7મી, મે-2022 સુધી લંબાવવામાં આવી છે.

જોકે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ રાઉન્ડમાં ફાળવેલા પ્રવેશમાંથી 1285 વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશની કામગીરી પૂર્ણ કરી દીધી છે. જ્યારે 117 વિદ્યાર્થીઓના પ્રવેશ માટે વાલીઓને રસ નથી તેમ પ્રવેશ લીધો નથી. આથી પ્રવેશથી બાકી રહેલા વાલીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણતંત્ર દ્વારા ફોન કરીને જાણકારી આપવામાં આવે છે.

ઉપરાંત પ્રવેશ નહી લેવાનું કારણ પણ જણાવવા માટે મોબાઇલ ફોન કરીને જાણકારી આપવામાં આવી રહી હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું છે. જોકે પ્રથમ રાઉન્ડના અંતે બીજો રાઉન્ડ યોજવામાં આવશે. આરટીઇ મુજબ પ્રથમ રાઉન્ડના પ્રવેશ માટે 1414 વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ ફાળવ્યો છે. તેમાંથી 1285 પ્રવેશ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...