રસીકરણનું અઘરું ગણિત:ગાંધીનગરમાં 1.17 લાખ લોકોને રસી અપાઈ, બહારથી પણ લોકો આવતા હોવાથી કેટલા શહેરીજનોએ રસી લીધી તેની માહિતી નથી

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહાનગરપાલિકા વિસ્તારમાં 20 કેન્દ્ર પર રસી લેનારા લોકોનું ટ્રેકિંગ થતું નથી

કોરોના સામેની જંગમાં સૌથી મહત્વની ગણાતી વેક્સિન માટે લોકો પડાપડી કરી રહ્યાં છે. તંત્ર દ્વારા પણ પોતાના વિવિધ સેન્ટર વાઈઝ દરરોજના ડોઝ અને ટોટલ ડોઝની ગણતરી કરાય છે. જેને લઈને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ અત્યાર સુધીમાં 1.17 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝ, 36 હજારથી વધુ લોકોને બીજો ડોઝ અપાઈ ચૂક્યો છે. પ્રથમ અને બીજો મળીને મનપા વિસ્તારમાં અત્યાર સુધી રસીના કુલ 1.53 લાખ જેટલા ડોઝ અપાયા છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોની સંખ્યા 2.82 જેટલી છે. મનપા તંત્ર દ્વારા અત્યાર સુધી 1.17 લાખ નાગરિકોને રસી અપાઈ છે જે હિસાબે જોઈએ તો ખરેખર ગાંધીનગર મનપા વિસ્તારમાં રહેતી 40 ટકા વસ્તીનું રસીકરણ થઈ ગયું હોવું જોઈએ. તંત્રના ચોપડે ગાંધીનગર મનપા દ્વારા 1.53 નાગરિકોને રસી અપાઈ ચૂકી છે. પરંતુ આ નાગરિકોમાં હેલ્થ વર્કર્સ, ફ્રન્ટલાઈન વોરિયર્સનો પણ સમાવેશ થાય છે જેમાંથી અનેક લોકો ગાંધીનગર બહારથી આવતા હોય છે. બીજી તરફ 18થી 44 વર્ષના નાગરિકો માટે વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત છે.

જેમાં દરેક નાગરિકને રસીના અધિકારની સારી ભાવના સાથે કોઈપણ નાગરિક કોઈપણ સેન્ટર પર રસી લઈ શકે છે. જેને પગલે મનપા વિસ્તારમાં કલોલ, માણસા, દહેગામ, અમદાવાદ અને મહેસાણા જિલ્લામાંથી લોકો રસી લેવા આવે છે. હાલની પોલિસિ પ્રમાણે તંત્ર દ્વારા વેક્સિનના કુલ ડોઝ, પ્રથમ ડોઝ અને સેન્કડ ડોઝની માહિતી રખાય છે. જોકે સીધી રીતે ગાંધીનગર મનપા વિસ્તારમાં રહેતાં કેટલા નાગરિકોને રસી અપાઈ ગઈ છે તેવી કોઈ ટ્રેકિંગ સિસ્ટમ ગાંધીનગર તો શું આખા રાજ્યમાં નથી.

18+ના લોકોનું અંદાજિત વસ્તી મુજબ રસીકરણ

વિસ્તારઅંદાજિત વસ્તીઅંદાજિત રસીકરણ
ગાંધીનગર મનપા2.82 લાખ1,16,968
ગાંધીનગર તાલુકો1.89 લાખ60430
કલોલ તાલુકો2.55 લાખ34624
માણસા તાલુકો2.09 લાખ43523
દહેગામ તાલુકો2.14 લાખ36000

​​​​​​​

બહારથી લોકોના આવવાનું કારણ શું?
ગાંધીનગર મનપામાં 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ કરાયું છે. જ્યારે કલોલ, માણસા, દહેગામમાં આ વયજુથમાં રસીકરણ થતું નથી. જેને પગલે તાલુકાના યુવાનો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવીને ગાંધીનગર આવીને રસી લે છે. બીજી તરફ અમદાવાદ-મહેસાણાના લોકોનેે ત્યાં સ્લોટ ન મળતા કે પછી સેન્ટર દૂર મળતા તેઓ ગાંધીનગર આવે છે.

તાલુકાઓમાં વસ્તી સામે રસીકરણ 15થી 30 ટકા જ
ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 2,09,740 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયેલો છે, જેમાંથી 37 હજારથી વધુ હેલ્થવર્કર-ફ્રન્ટલાઈન વોરિયર્સને રસી અપાઈ છે, જ્યારે 45થી વર્ષથી વધુ વયના 1,72,707 લોકોને રસી અપાઈ છે. આંકડા જોઈએ તો 18 વર્ષથી વધુ વયના નાગરિકો સામે કલોલ, માણસા, દહેગામમાં 15થી 20 ટકા જેટલું જ રસીકરણ થયું છે. જ્યારે ગાંધીનગર તાલુકામાં અંદાજે 30 ટકા જેટલું રસીકરણ થયું છે. તાલુકાઓમાં હજુ લાખો યુવાનો રસીની રાહમાં બેઠા છે. જ્યારે મનપા વિસ્તારમાં વસ્તી સામે 40 ટકાથી વધુ રસીકરણ થયું છે પરંતુ ખરેખર કેટલા નાગરિકોએ રસી લીધી તે કહેવું મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...