ચંન્દ્રાલા પાસેથી ખાનગી ટ્રાવેલ્સમાંથી પોલીસે 1.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડ્યો છે. રાજસ્થાન તરફથી બે ઇસમ દારૂ લઇને ગુજરાતમા પેસેન્જર બનીને આવતા હતા. ચિલોડા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન બંને ઇસમોને ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી.
ચિલોડા પોલીસની ટીમ ચંન્દ્રાલા પાસે વાહન ચેકીંગ કરતી હતી. તે દરમિયાન એક ખાનગી કંપનીની ટ્રાવેલ્સ એઆર 01 ઓ 3636 આવતા તેને રોકવામા આવી હતી. પોલીસે ટ્રાવેલ્સમાં બેઠેલા મુસાફરોના સામાનની તપાસ કરી હતી. જેમા શ્યામપ્રતાપસિંગ રાજેન્દ્રસિંગ રઘુનાથસિંગ રાઠોડ અને ઉપેન્દ્રસિંગ શરવણસિંગ રાઠોડ પાસેથી વિવિધ બ્રાન્ડની 40 બોટલ કિંમત 1,14,160 મળી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.