આરટીઓમાં નંબરની હરાજી:1111 નંબર 11.11 લાખમાં ખરીદાયો

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પસંદગીના નંબર માટે 20 વાહનમાલિકોએ 1 લાખની બોલી લગાવી નંબર મેળવ્યો
  • ​​​​​​​આરટીઓમાં નંબરની હરાજીમાંં 609 વાહન માલિકોએ ભાગ લીધો

ગાંધીનગર આરટીઓ કચેરીમા નવી બીએસ સીરીઝ માટે હરાજી કરવામા આવી હતી. જેમા 609 વાહન માલિકોએ ભાગ લીધો હતો અને લાખોની બોલી લગાવી હતી. જેમા 1111 નંબર માટે સૌથી વધુ બોલી લાગી હતી. વાહન માલિકે પોતાની કાર માટે 11.11 લાખ રુપિયાની બોલી લગાવી નંબર પોતાનો કરી લીધો હતો. ત્યારે ચોક્કસ કહેવાય કે, શોખ બડી ચીજ હૈ !!

રાજ્યનુ પાટનગર હોવાથી પોતાના વાહનની નંબર પ્લેટમા GJ 18મા અનેક વાહન માલિકો ગાંધીનગર આરટીઓમા વાહન પાર્સિગ કરાવે છે. પરિણામે હરાજીના સમયમા રાજ્યભરના લોકો ઉમટી પડે છે અને પસંદગીના નંબર માટે બોલી લગાવતા પાછુ વળીને જોતા પણ નથી. ક્યારેક વાહનની કિંમત જેટલી રકમ નંબર ખરીદવામા ખર્ચી નાખે છે. ત્યારે ગાંધીનગર આરટીઓમા નવી BS સીરીઝ માટે ઓનલાઇન હરાજી કરવામા આવી હતી. જેમા 609 વાહન માલિકોએ પસંદગીનો નંબર મેળવવા ભાગ લીધો હતો.

પસંદગીના નંબરની હરાજીમા 1111 નંબરની સૌથી વધુ બોલી લાગી હતી. આ નંબર 11.11 લાખમા અશ્વિન સુથાર નામના માલિકે સૌથી વધુ બોલી લગાવી ખરીદ્યો હતો. જ્યારે 9999 નંબર 6.24 લાખ,1 નંબર 6.12 લાખ, 2 નંબર 5.32 લાખ 11 નંબર 2.96 લાખ રુપિયાની ઉંચી બોલી લગાવી પોતાનો કરી લીધો હતો. ઉલ્લેખનિય છેકે, હરાજીમા નંબર માટે લગાવાયેલી બોલીમા નાણાંની ભરપાઇ કર્યા પછી નંબર ફાળવવામા આવશે, જ્યારે બોલીની પુરી રકમ ભરશે તો જ નંબર મળશે, નહિ તો તે નંબરને ફરીથી હરાજીમા મુકવામા આવશે અને વાહન માલિક દ્વારા ભરવામા આવેલી ડીપોઝીટ જપ્ત કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે, પસંદગીના નંબરો લેવા માટે શોખીનો લાખો રૂપિયા ખર્ચતા હોય છે.

જેના કારણે આરટીઓને પણ આવક થતી હોય છે. પસંદગીના નંબરોના શોખીનો કેટલાય રૂપિયા ખર્ચ કરવા માટે વિચારતા નથી. પોતાના વાહન પર પોતાનો પસંદગીનો નંબર લાગે તેવી ધૂન તેઓના મનમાં હોવાથી તેઓ નાણાં ખર્ચવા માટે તૈયાર થતાં હોય છે. 1111 નંબર માટે યુવાને 11.11 લાખ ખર્ચી નાખ્યા હતા.

કયા નંબર માટે કેટલી બોલી લાગી
1 નંબર 6.12 લાખ
2 નંબર 5.32 લાખ
7 નંબર 2.84 લાખ
11 નંબર 2.96 લાખ
77 નંબર 1.51 લાખ
99 નંબર 2.41 લાખ
111 નંબર 1.50 લાખ
777 નંબર 1.47 લાખ
888 નંબર 2.54 લાખ
999 નંબર 2.52 લાખ
1111 નંબર 11.11 લાખ
1818 નંબર 2.51 લાખ
2222 નંબર 1.35 લાખ
4455 નંબર 1.21 લાખ
5454 નંબર 1.10 લાખ
5555 નંબર 1.22 લાખ
6666 નંબર 1.38 લાખ
7777 નંબર 2.92 લાખ
8888 નંબર 2.23 લાખ
9999 નંબર 6.24 લાખ

અન્ય સમાચારો પણ છે...