છેતરપિંડી:સેકટર 3નાં નિવૃત્ત વૃદ્ધ સાથે 1.10 લાખની છેતરપિંડી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સના નામે ભોળવ્યા હતા

શહેરના સેક્ટર 3મા રહેતા ઈશ્વરભાઇ ભવાનભાઇ સોલંકી (રહે, સેક્ટર 3) હાલમા નિવૃત જીવન વિતાવે છે. જ્યારે તેમની પત્ની વિનુબેન સોલંકીના નામે મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીના નામે બે પોલીસી લીધી છે. ઇશ્વરભાઇના મોબાઇલ ઉપર ગત 6 ડીસેમ્બરે એક ફોન આવ્યો હતો અને કહ્યુ હતુ કે, હુ મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી બોલુ છુ અને તમારી પોલીસી જે વિનુબેનના નામે છે, તેનુ પ્રિમિયમ તમે એક્સીસ બેંકમાંથી ભરો છો, તેની જગ્યાએ સરકારી બેંકમાંથી આરટીજીએસથી ભરશો તો 10 હજાર ઓછુ ભરવાનુ થશે. ત્યારબાદ બાદ ઇમેઇલ આઇડી આપ્યુ હતુ.

બીજા દિવસે એક છોકરીને નીતા શર્મા વાત કરૂ છુ કહી વાત કરી હતી. ત્યારબાદ ઇશ્વરભાઇના ઇમેલ ઉપર ઇન્ટીમેશનની સ્લીપ આવી હતી. ત્યારે આ બાબતની ખરાઇ કરવા ગાંધીનગરની કચેરીમાં પહોંચ્યા હતા. ત્યાંથી કચેરી બદલાઇ ગઇ હતી. જ્યારે નવી કચેરીનુ સરનામુ માગતા ગઠિયાઓ આપી શક્યા ન હતા.

ત્યારબાદ પતિ પત્નિ યુનિયન બેંકમા રૂપિયા ટ્રાન્સફર કરવા ગયા હતા. તે સમયે ગઠિયાઓએ કર્ણાટકા બેંકનો આઇડીએફસી કોડ સહિતનો નંબર મોકલતા એક પોલીસીના 85500 અને બીજી પોલીસીના 24947 રૂપિયા સહિત કુલ 1,10,447 રૂપિયા આરટીજીએસથી કર્ણાટકા બેંકના ખાતામા જમા કરાવ્યા હતા. તપાસ કરતા ખબર પડી હતી કે, ગઠિયાઓ વૃદ્ધને 1.10 લાખનો ચૂનો લગાવી ગયા છે. જેને લઇને છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...