ધંધા રાબેતા મુજબ થયા:દશેરાના દિવસે જિલ્લામાં 11 કરોડના વાહનો વેચાયાં, CNG કારની માંગ વધી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાથી 2 વર્ષ મંદી હતી પણ હવે ધંધા રાબેતા મુજબ થયા
  • વાહન ડિલરોને દશેરા ફળ્યાં: આશરે 372 ટૂૂ વ્હિલર અને 117 ફોર વ્હિલરનું વેચાણ થતા ધંધામાં નવી આશાનો સંચાર

ગાંધીનગર જિલ્લાના વાહન ડિલરોને દશેરા ફળ્યા છે. આ એક જ દિવસમા અંદાજિત 11 કરોડના વાહનોનુ વેચાણ થવા પામ્યુ છે. જ્યારે હજુ પણ બુકિંગ જોવા મળી રહ્યુ છે. શહેરના શો રૂમમાં દશેરાના તહેવાર નિમિત્તે અગાઉથી બુક કરવામા આવેલા વાહનોની ડિલીવરી લેવા ગ્રાહકો ઉમટી પડયા હતા. ત્યારે 372 ટુ વ્હિલર અને 117 ફોર વ્હિલરનુ વેચાણ થવા પામ્યુ છે.

રાજ્યમા તહેવાર અને ખાસ કરીને દશેરાના દિવસે શુભ કાર્યો કરવામા આવતા હોય છે. આ દિવસે વણજોયુ મુહૂર્ત હોવાથી અનેક લોકો નવી ખરીદી કરતા હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લાના ચાર તાલુકામા શુક્રવારે દશેરાના દિવસે 372 ટુ વ્હિલર, 117 ફોર વ્હિલર અને 29 થ્રી વ્હિલરનુ વેચાણ થવા પામ્યુ છે. એક તરફ પેટ્રોલ અને ડિઝલનો ભાવ સદી વટાવી ગયો છે, તેવા સમયે વાહનોનુ વેચાણ મોટા પ્રમાણમા જોવા મળી રહ્યુ છે.

હ્યુડાઇ શો રૂમના બિઝનેશ હેડ ધર્મેશભાઇ શાહે જણાવ્યુ હતુ કે, છેલ્લા બે વર્ષમા કોરોના હોવાથી ધંધામા મંદી જોવા મળતી હતી. પરંતુ ચાલુ વર્ષે હવે ધંધા રાબેતા મુજબ થઇ રહયા છે.કારના વેચાણમા વધારો થયો છે. આ વર્ષે અનેક કારનુ બુકીંગ મળ્યુ છે. પરંતુ કંપનીમાંથી કાર ઓછી આવતી હોવાથી અમે ગ્રાહકની માંગ મુજબ કારની ડીલીવરી આપી શકતા નથી. ત્યારે આજે અમારા ત્યાંથી 35 જેટલી કારનુ વેચાણ થવા પામ્યુ છે. જે બે વર્ષ કરતા ઓછુ છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમા ભડકો થયો હોવાના કારણે સીએનજી કારની માગમા વધારો ચોક્કસ થયો છે. અંદાજિત 100 કારના વેચાણમા 25 સીએનજી કારનુ વેચાણ થઇ રહ્યુ છે. પરંતુ હાલમા સીએનજી કાર પણ કંપની ઓર્ડર મુજબ આપી શકતી નથી. તેમા પણ વેઇટીંગ જોવા મળી રહ્યુ છે. દશેરાના દિવસે ચોક્કસ કહી શકાય કે, કારની માગમા વધારો થવા પામ્યો છે. જે આગામી દિવાળીના તહેવાર સુધી વેચાણ ચાલુ રહેશે તેવુ જોવા મળી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...