ચૂંટણી:ઉવારસદમાં સરપંચ પદ માટે 11 ઉમેદવાર

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાકોર અને પાટીદાર સમાજના ઉમેદવાર મેદાનમાં ઉતરતાં ચૂંટણી રસપ્રદ બની

ગાંધીનગર તાલુકાની ઉવારસદ ગ્રામ પંચાયતના સરપંચ માટે 11 ઉમેદવાર જંગમાં છે. જ્યારે તેની સામે ગામના 7951 મતદારોને કોને મત આપવો તેનો મુંઝારો અનુભવી રહ્યા છે. ઉપરાંત ગામમાં ઠાકોર સમાજના 7, પાટીદાર સમાજના 3 અને પ્રજાપતિ સમાજનો 1 ઉમેદવારે સરપંચની ચુંટણીના જંગમાં જંપલાવ્યું છે.

ગામમાં છેલ્લા ઘણાં સમયથી ઠાકોર સમાજના સરપંચ બનતા હતા. જેને પરિણામે ગામના દરેક મહોલ્લાને સરપંચ પદ મળ્યું છે. ત્યારે ગત ટર્મમાં મહિલા સરપંચના પતિએ પણ સરપંચ માટે ફોર્મ ભર્યું છે. જ્યારે બીજી તરફ ગામના ઠાકોર સમાજમાં જ દર વખતની જેમ ચાલુ વખતે એક સૂત્રતા નહી જળવાતા ઠાકોર સમાજના જ કુલ 7 ઉમેદવારોએ સરપંચ માટે ઉમેદવારી નોંધાવી છે.

જ્યારે બીજી તરફ આ વખતે પણ પાટીદાર સમાજ સરપંચ બને તે માટે ત્રણ ઉમેદવારો મેદાનમાં ઉભા રહ્યા છે. ગામ પાટનગરની નજીક હોવાથી સરપંચની સીટ મલાઇદાર હોવાથી તેમાં બધાને રસ જાગ્યો છે. અત્યાર સુધીની સરપંચની ચુંટણીમાં ગામના ઠાકોર સમાજના લોકો એક થઇને મતદાન કરતા હોવાથી પાટીદાર સમાજનો ઉમેદવારને જીતનો સ્વાદ ચાખવા મળતો નહી.

ચાલુ વખતે ઠાકોર સમાજમાં જ એકસૂત્રતા નહી હોવાથી તેનો લાભ પાટીદાર સમાજને થાય તેવી શક્યતા રહેલી છે. જોકે ગામમાં ઠાકોર સમાજના મત વધુ હોવાથી તેમનું પલ્લુ ભારે રહેશે. જોકે ગત ટર્મના સરપંચના પતિના સપોર્ટમાં એક મોટું માથું ઉભું રહ્યું હતું. પરંતુ મોટા માથાના ભત્રીજાએ જ સરપંચની ચુંટણીમાં ઝંપલાવતા હવે મડાગાંઠ રસાકસીમાં પરિણામી છે.

જેને પરિણામે આવતીકાલ મતદાન વખતે ગામમાં બબાલ થાય તેવી શક્યતા પણ ગ્રામજનોએ વ્યક્ત કરી છે. મતદારયાદી મુજબ ગામમાં કુલ 7951 મતદારો છે. પરુંત અમુક ડિલીટ થઇ જતા હાલમાં 6500 મતદારો છે. તેમાંથી 500 મતદારો અન્ય જગ્યાએ રહેતા હોવાથી તેઓના મત નિર્ણાયક બની રહે તેવી શક્યતા પણ ઉમેદવારોના ટેકેદોરાએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...