ગુડા પોતાના 4 પ્લોટની ઇ-હરાજી માટે વેચાણ કરશે. જોકે તેમાંથી વાવોલનો 1788 ચોરસ મીટરના પ્લોટ માટે ઓફર આવી હોવાથી તારીખ 10મી, માર્ચના રોજ ઇ-હરાજી કરાશે. જ્યારે બાકીના 3 પ્લોટની ટેન્ડર ફી ભરવાની મુદત તારીખ 28 માર્ચ સુધી લંબાવી છે. ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ (ગુડા) દ્વારા પોતાના તાબાના કુડાસણનો 12573 ચો.મી.નો પ્લોટ રૂપિયા 1.13 અબજનો, સરગાસણનો 7186 ચોરસ મીટરનો 56.84 કરોડ, સરગાસણનો 9482 ચો.મી.નો પ્લોટ રૂપિયા 1.13 અબજ અને વાવોલનો 1788 ચો.મી.નો 5.06 કરોડની કિંમતના પ્લોટની ઇ-હરાજીથી વેચાણ કરવાનું નક્કી કર્યું હતું. જેના માટે ટેન્ડર ફી ભરીને હરાજીમાં ભાગ લેવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી.
જોકે ગુડા પોતાના ચારેય પ્લોટની હરાજી આગામી તારીખ 10મી, માર્ચ-2022ના રોજ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ ગુડાના ચારેય પ્લોટમાંથી માત્ર ટીપી નંબર-13 વાવોલના 1788 પ્લોટને ઇ-હરાજીથી ખરીદવા માટે ઓફર આવી છે. જોકે જેના માટે ગુડાએ નક્કી કરેલી ટેન્ડર ફી પેટે રૂપિયા 10000 અને 1 ટકા ઇએમડી પણ ભરી દેવામાં આવી છે.
આથી ગુડા પોતાના ચારમાંથી વાવોલના પ્લોટ માટે ઇ-હરાજી આગામી તારીખ 10 માર્ચએ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુડાએ પોતાના પ્લોટની ઓપન ઇ-હરાજી માટે ટેન્ડર ફી અને એક ટકો ઇએમડી ચાર્જ ભરવાનો નિયમ બનાવ્યો છે. આથી ગુડાના વાવોલ ખાતેના પ્લોટ માટે ઓફર આવી છે. જ્યારે સરગાસણ ટીપી-7 અને ટીપી-8 તેમજ કુડાસણનો ટીપી-6ના પ્લોટ માટે ઓફર આવી નથી. આથી તેની હરાજી કરવામાં આવશે નહી. પરંતુ તેના ટેન્ડરીંગ ફી ભરવાની મુદત આગામી તારીખ 28મી, માર્ચ-2022 સુધી લંબાવવામાં આવી છે. મહત્ત્વનું છે કે તાજેતરમાં જ ગુડાના પ્લોટનો ગેરકાયદે રીતે કબજો કરીને વેચવાની ચર્ચાએ અધિકારીઓમાં ચિંતા પ્રસરાવી હતી. જોકે આ મુદ્દે આગળ કોઈ કાર્યવાહી કરાઈ નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.