રાજ્યમાં જમીન વેચાણના થતા દસ્તાવેજ અ્ને તે પેટે આવતી સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણીની ફીની ઊંચી આવક રાજ્ય સરકારને થાય છે. આવા સંજોગોમાં 31 ડિસેમ્બર, 2022ની સ્થિતિએ રાજ્ય સરકારને છેલ્લાં બે વર્ષમાં સ્ટેમ્પ અને નોંધણી પેટે કેટલી આવક થઈ તેવો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછ્યો હતો.
વિધાનસભામાં પુછાયેલા આ પ્રશ્નના જવાબમાં રાજ્ય સરકારે કહ્યું હતું કે, વર્ષ 2021 દરમિયાન સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણીની આવક રૂ. 8074 કરોડની થઈ હતી, જ્યારે વર્ષ 2022 દરમિયાન રૂ. 10335 કરોડની આવક થઈ હતી. આમ એકંદરે રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની આવક બે વર્ષ દરમિયાન 18409 કરોડની થઈ હોવાનું બહાર આવ્યું હતું. આગામી નાણાકીય વર્ષમાં પણ સ્ટેમ્પ ડ્યૂટી અને નોંધણી ફીની આવકમાં 25 ટકાનો વધારો થશે તેવો અંદાજ રાજ્ય સરકારે વ્યક્ત કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.