તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકો પરેશાન:37 ડિગ્રી તાપમાન વચ્ચે સેક્ટર-27માં 10:30 કલાક વીજળી ડૂલ

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્ટરવાસીઓની હાલત કફોડી અને વીજ કંપનીને ફોલ્ટ શોધતાં પરસેવો પડ્યો
  • વીજ ફ્લોટ શોધવા માટે વીજ કંપનીના કર્મીઓને 8 કલાકનો સમય લાગ્યો

સ્માર્ટ સીટી ગાંધીનગરના સેક્ટર-27માં ગુરૂવારે સાડા દસ કલાક સુધી વીજળી ડૂલ રહેતા અસહ્ય ગરમીમાં સેક્ટરવાસીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. નગરના 37 ડિગ્રી તાપમાન વચ્ચે વીજળી જૂલ થતાં લોકો બફારાથી પરેશાન થયાં હતા. જ્યારે બીજી તરફ વીજ કંપનીને સ્થાનિકો દ્વારા મોબાઇલ ઉપર ફરીયાદ કરી હતી. જોકે વીજ ફ્લોટ શોધવા માટે વીજ કંપનીના કર્મચારીઓને આઠેક કલાક જેટલો સમય લાગ્યો હતો. રાજ્યના પાટનગર ગાંધીનગરને સ્માર્ટ સીટીને 24 કલાક વીજ સપ્લાય આપવાનુ્ં કામ ટોરેન્ટ કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે.

જોકે ગુરૂવારના રોજ સવારે પોણા નવ કલાકે વીજળી ડૂલ થઇ ગઇ હતી. વીજળી ડૂલ સેક્ટરના ગાયત્રી સોસાયટીમાં થઇ હોવાથી વીજ સપ્લાય કેમ બંધ થઇ ગયો તેની પૂછપરછ સ્થાનિક લોકોએ કરી છે. જોકે વીજસપ્લાય બંધ કેમ છે તેનું યોગ્ય કારણ વીજ કંપની જાણી શકી નહી. વીજ સપ્લાય પૂર્વવત કરવા માટે વીજ કંપની દ્વારા બેથી ત્રણ વખત ચાલુ કરી પરંતુ અમુક ઘરે લાઇટ અને અમુક ઘરે લાઇટ નહી તેવી સ્થિતિ બની રહી હતી.

આથી વીજ કંપનીને વીજ ફ્લોટ શોધવામાં રીતસરનો પરસેવો પડી ગયો હોય તેમ આઠેક કલાક જેટલો સમય લાગ્યો હતો. જ્યારે બીજી તરફ અસહ્ય ગરમી વચ્ચે વીજ સપ્લાય નહી આપતા સેક્ટરવાસીઓની હાલત કફોડી બની રહી છે. સોસાયટીના 300 જેટલા મકાનોમાં 800 જેટલા પરિવાર નિવાસ કરી રહ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. ગુરૂવારે નગરનું મહત્તમ તાપમાન 37 ડીગ્રી, લઘુત્તમ તાપમાન 27 ડીગ્રી નોંધાયું હતું.

GSBએ 2 કેબલ કાપી નાંખ્યા છે : મેનેજર
ટોરેન્ટ પાવરના ગાંધીનગર ઓફિસના મેનેજર જીજ્ઞેશભાઇને વીજળી ડૂલ અંગે પુછતા જણાવ્યું છે કે જેસીબીએ બે કેબલ કાપી નાંખ્યા હતા. ઉપરાંત જેસીબી દ્વારા કટ થયેલા કેબલ ઉપર માટી નાંખી દીધી હોવાથી ફોલ્ટ શોધવામાં સમય લાગ્યો છે. આથી કટીંગ થયેલા કેબલની મરામત ચાલી રહી હોવાથી એકાદ કલાકમાં વીજળી આવી જશે.

અન્ય સમાચારો પણ છે...