કોરોના રસીકરણ:ગાંધીનગર જિલ્લામાં ટેકો સરવે મુજબ 286 ગામોમાં રસીના પ્રથમ ડોઝની 100% કામગીરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજથી મોકઅપ રાઉન્ડ: ઘેરઘેર ફરીને રસી ન લેનારા લોકોને રસી અપાશે

ટેકનોલોજી ફોર કોમ્પ્યુનિટી હેલ્થ ઓપરેશનના સર્વે મુજબ જિલ્લાના 286 ગામોમાં રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી કરવામાં આવી છે. તેમ છતાં આરોગ્ય તંત્ર દ્વારા તારીખ 22મી, શુક્રવારથી મોક અપ રાઉન્ડ શરૂ કરીને હાઉસ ટુ હાઉસ ફરીને માઇર્ગેશન ઇન અને આઉટની માહિતી મેળવીને રસીથી બાકી રહેલાને પ્રથમ અને બીજો ડોઝ આપવામાં આવશે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એમ.એચ.સોલંકીએ જણાવ્યું છે. જોકે ગ્રામ્ય વિસ્તારોમાં 100 ટકા રસીકરણ થયું હોવા છતાં મોક અપ રાઉન્ડ તારીખ 22મી, શુક્રવારથી શરૂ કરાશે. તેમાં પ્રત્યેક ફિમેલ હેલ્થ વર્કર 100 ઘરનો લક્ષાંક આપીને 10થી 15 દિવસમાં હાઉસ ટુ હાઉસની મુલાકાત કરીને રસીનો પ્રથમ કે બીજો ડોઝ પરિવારની કેટલી વ્યક્તિઓએ લીધો તેની માહિતી મેળવીને જે વ્યક્તિને રસીનો પ્રથમ કે બીજો ડોઝ લેવાનો બાકી હશે તે આપવામાં આવશે.

તેમાં વૃદ્ધ હોય અને તેઓ આર્થિક રીતે કે અશક્તતાને લીધે પ્રથમ ડોઝ કે બીજો ડોઝ લીધો નથી. સગર્ભા તેમજ ધાત્રી માતાઓને પણ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આપવામાં આવશે.તેમણે વધુમા જણાવ્યુ હતુ કે હાઉસ ટુ હાઉસ સર્વે ગામની મતદાર યાદીમાં નામ બોલાતું હોય પરંતુ ધંધા કે રોજગાર માટે અન્ય શહેર કે ગામમાં રહેતા હોય તેની માઇર્ગેટ આઉટ તરીકે માહિતી લેવામાં આવશે. જ્યારે અન્ય ગામ, જિલ્લા કે રાજ્યમાંથી ધંધા-રોજગાર માટે આવીને રહેતી હોય તેવી વ્યક્તિઓની માઇર્ગેટ ઇન તરીકે માહિતી લેવામાં આવશે.તેમ પણ વધુમા જણાવ્યુ હતુ.

તાલુકા, પાલિકામા3405 લોકોએ રસી લીધી નથી
જિલ્લાના ચારેય તાલુકાના 286 ગામો અને નગરપાલિકાના 27 વોર્ડમાંથી કુલ 3405 લોકોએ રસી લીધી નથી. તેમાં કલોલ તાલુકામાંથી 1123, ગાંધીનગરમાંથી 108, દહેગામમાંથી 884 લોકોએ રસી લીધી નથી. જ્યારે નગરપાલિકાઓમાંથી કલોલના 13 વોર્ડમાંથી 980, માણસાના 7 વોર્ડમાંથી 70 અને દહેગામના 7 વોર્ડમાંથી 240 લોકોએ રસી લીધી નહી હોવાનું આરોગ્ય તંત્રએ જણાુવ્યું છે.

કોરોના કેસ નીલ: ગાંધીનગરમાં 1659 સહિત જિલ્લામાં 6154એ રસી લીધી
જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારમાંથી કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે બીજી તરફ જિલ્લાના 6154 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 1659 વ્યક્તિઓ અને ગ્રામ્ય વિસ્તારમાંથી 4495 લોકોએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...