તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:ગાંધીનગરનાં 179 ગામમાં કોરોનાની રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતાં આમજનતામાં રાહત

કોરોનાની સભંવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને વેક્સિનેશનની કામગીરી સઘન કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના 179 ગામોમાં રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. તેમાં સૌથી વધુ દહેગામ તાલુકામાં અને ઓછા કલોલ તાલુકાના ગામોમાં વેક્સિનેશનની કામગીરી થઇ છે. જેના કારણે તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.

છેલ્લા દોઢેક વર્ષથી સમગ્ર જીવનને હચમચાવનાર કોરોનાની મહામારીની પ્રથમ લહેર કરતા બીજી લહેર માનવીને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. જ્યારે કોરોનાની સભંવિત ત્રીજી લહેર તો ખતરનાક હોવાનું આરોગ્યક્ષેત્રના નિષ્ણાંતો કહી રહ્યા છે. ત્યારે સભંવિત કોરોનાની ત્રીજી લહેર પહેલા સમગ્ર દેશ અને રાજ્યમાં રસીકરણને વેગ આપવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના 284 ગામોમાં રસીકરણની કામગીરી સઘન કરવામાં આવી છે. જિલ્લાના ચારેય તાલુકાના ગામોમાં રસીકરણ વધુને વધુ થાય તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જુદા જુદા અવરનેશ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગામના અને સમાજના અગ્રણીઓની સાથે બેઠક કરીને રસી લેવાથી થતાં ફાયદા અને રસી નહી લેવાથી થતાં નુકશાન અંગેની જાણકારી આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના કુલ 284 ગામોમાંથી અત્યાર સુધીમાં કુલ 179 ગામોમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી 100 ટકા પૂર્ણ થઇ જવા પામી છે. જ્યારે બીજા ડોઝ માટે સમય વધારો હોવાથી કામગીરી 40 ટકાની આસપાસ થવા પામી હોવાનું િજલ્લા આરોગ્ય તંત્રના માહિતગાર સૂત્રોએ આ અંગે વધુમાં જણાવ્યું છે.

ચારેય તાલુકાવાર રસીકરણની વિગત
જિલ્લાના ચારેય તાલુકામાં રસીકરણમાં સૌથી વધુ દહેગામ તાલુકાના 82 ગામોમાં થવા પામ્યું છે. જ્યારે બીજા ક્રમે માણસા તાલુકાના 48 ગામોમાં રસીના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થઇ છે. ઉપરાંત ગાંધીનગર તાલુકાના 20 અને કલોલ તાલુકાના 19 ગામોમાં રસીના પ્રથમ ડોઝની કામગીરી 100 ટકા જેટલી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...