ચુકાદો:બોરીસણા ગામમાં કિશોરી ઉપર બળાત્કાર કરનારને 10 વર્ષની જેલ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 3 વર્ષ પહેલાં ગામના જ યુવકે દુષ્કર્મ આચર્યું હતું

કલોલના બોરીસણા ગામમા રહેતી કિશોરી ઉપર ત્રણ વર્ષ પહેલા ગામમા જ રહેતા યુવક દ્વારા દુષ્કર્મ ગુજારવામા આવ્યુ હતુ. આ બાબતે કલોલ તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાયા બાદ ગાંધીનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જેમા આરોપી યુવકને કોર્ટ દ્વારા 10 વર્ષની સજા ફટકારવામા આવી હતી.

મળતી માહિતી મુજબ કલોલ તાલુકાના બોરીસણા ગામમા રહેતી 14 વર્ષિય કિશોરીને વર્ષ 2017મા ગામમા જ રહેતા શૈલેષ દલસુખભાઇ વસાવા કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને વારંવાર કિશોરી સાથે દુષ્કર્મ કર્યુ હતુ.

આ બાબતે કિશોરીના પિતાએ યુવક સામે કલોલ તાલુકા પોલીસ મથકમા દુષ્કર્મ સહિત પોક્સોની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસ ગાંધીનગર સ્પેશ્યલ પોક્સો કોર્ટમા ચાલ્યો હતો. જજ એસ.એન.સોલંકી દ્વારા આધાર પુરાવા અને સરકારી વકીલ સુનિલ પંડયાની ધારદાર દલીલોના આધારે આરોપી શૈલેષને 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જ્યારે ભોગ બનનાર કિશોરીને 25 હજાર વળતર ચૂકવવા પણ આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...