ફરિયાદ:લવારપુરના ખેતરમાં 10 લોકોએ ગેરકાયદે રીતે મકાનો બનાવી દીધાં

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે જમીન ખાલી કરવાનું કહેતા ધમકી આપતા ફરિયાદ
  • અમદાવાદ રહેતા ખેડૂત કોરોના દરમિયાન ન આવતાં ગામના જ લોકોએ કબ્જો કર્યો

ગિફ્ટ સિટી પાસેના લવારપુર ગામમાં જમીનોના ભાવ આંબવા મુશ્કેલ બની ગયા છે. શહેર આસપાસના ગામમાં પણ 1 વીઘા જમીનનો ભાવ કરોડો રૂપિયા બોલાઈ રહ્યો છે. પરિણામે ભૂમાફિયાઓ છેતરપિંડી કરી રહ્યા છે ત્યારે લવારપુરની 200 ચોરસ મીટર જમીનમાં ખેડૂતની ગેરહાજરીમાં 10 લોકો ગેરકાયદે રીતે ઘૂસી ગયા હતા અને કાચાં મકાન બનાવી દીધાં હતાં. ખેડૂતે જમીન ખાલી કરવાનું કહેતાં ધમકી અપાઈ હતી. આથી ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

ખેતી અને કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જનકભાઈ ગોકળદાસ પટેલ (રહે. હાલ સેટેલાઇટ, મૂળ રહે. લવારપુર)એ ફરિયાદ પ્રમાણે તેમની વડીલોપાર્જિત જમીન લવારપુરમાં છે. અહીં માણસો દ્વારા ખેતી કરાવાય છે. લવારપુરની સીમમાં સરવે નંબર 399વાળી જમીનમાં બોરકૂવો અને 2 પાકાં મકાન બનાવેલાં છે. વર્ષ 2020માં કોરોનાને ખેતરની તપાસ કરવા આવી શક્યા નહોતા. દરમિયાન ગામના જ કોદર ભીખા ઠાકોર, બુધા કોદર ઠાકોર, ભીખા જુગાર ઠાકોર, મહેશ ભીખા ઠાકોર, ગોવિંદ ભીખા ઠાકોર, રેવા મગન ઠાકોર, જગદીશ રેવા ઠાકોર, જડીબેન કોદર ઠાકોર, હીરાબેન રેવા ઠાકોર અને પાલીબેન ભીખા ઠાકોરે 200 ચોરસ મીટર જમીનમાં ગેરકાયદે ઘૂસીને કાચાં મકાનો બનાવ્યાં હતાં. ઉપરાંત કાચાં છાપરાં બનાવી ભેંસો બાંધી હતી.

તમામને જમીન ખાલી કરવાનું કહેતાં ‘તમારાથી થાય તે કરી લેજો. અમે અહીંથી નીકળવાના નથી’ તેમ કહી હક્ક જમાવ્યો હતો. તમામ આરોપીઓ સામે ડભોડા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવાતાં પીએસઆઇ એ. એ. વછેટાએ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...