તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લામાં કોરોનાના નવા 10 કેસ માત્ર મનપા અને ગાંધીનગર તાલુકામાંથી જ નોંધાયા છે. આથી જિલ્લામાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસનો આંકડો 8078એ પહોંચ્યો છે. જ્યારે ગુરૂવારે સંક્રમિત કેસોની સરખામણીમાં સાજા થનાર દર્દીઓનો રેસિયો 70 ટકા એટલે 7 દર્દીઓને રજા આપતા કુલ 7282 દર્દીઓ કોરોનામુક્ત થયા છે. જ્યારે સારવાર લેતા એકપણ દર્દીનું મોત નિપજ્યુ નથી.
મનપા વિસ્તારમાંથી નવા 5 કેસમાં સેક્ટર-4ના 65 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-5નો 25 વર્ષીય યુવાન, સેક્ટર-21ના 62 વર્ષીય વેપારી, સેક્ટર-2નો 28 વર્ષીય યુવાન, સેક્ટર-3નો 34 વર્ષીય એન્જિનીયર સંક્રમિત થયો છે. સંક્રમિતોના સંપર્કવાળા 16 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે.
જ્યારે ગાંધીનગર તાલુકામાંથી નવા 5 કેસમાં જમીયતપુરાના 81 વર્ષીય મહિલા, રાયસણના 46 વર્ષીય વેપારી, રાંદેસણમાંથી 83 વર્ષીય વૃદ્ધ, 51 વર્ષીય આધેડ, 49 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.