તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:મનપા વિસ્તારમાં 10, ચારેય તાલુકામાં 4 કોરોનાના કેસ ,ગુરુવારે માત્ર 1 મોત,વધુ 59 કોરોનામુક્ત

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં નવા 14 કેસ નોંધાતા કુલ આંકડો 19393એ પહોંચ્યો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 10 કેસની સામે જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી માત્ર 4 કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 1 દર્દીનું મોત થતાં કુલ આંકડો 2013એ પહોંચ્યો છે. જોકે કોરોનાના દર્દીઓના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ બાદ જાણવા મળશે. કોરોનાની સારવારથી વધુ 59 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં જિલ્લાના 17871 લોકોએ કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.

મનપામાં સેક્ટરમાંથી 2 અને ગ્રામ્યમાંથી 8 સંક્રમિત ચાર તાલુકામાંથી 4 કેસ
મનપા વિસ્તારમાંથી નવા 10 કેસમાં ઇન્ફોસીટીમાંથી 2, પેથાપુરમાંથી 3, રાદેસણમાંથી 1, કુડાસણમાંથી 1, ધોળાકુવામાંથી 1, અંબાપુરમાંથી 1, સેક્ટર-3માંથી 1 કેસ નોંધાયો છે. જિલ્લાના ચારેય તાલુકામાંથી દહેગામ તાલુકાના ટીમ્બાની મુવાડીમાંથી 1, કડજોદરામાંથી 1 કેસ નોંધાયો છે. કલોલ તાલુકાના છત્રાલમાંથી 1 અને માણસા તાલુકાના અનોડિયામાંથી 1 કેસ નોંધાયો છે.

જિલ્લાના 6241 લોકોએ રસી લીધી
જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના કુલ 6241 લાભાર્થીઓએ ગુરૂવારે વેક્સિન લીધી હતી. તેમાં મનપા વિસ્તારમાંથી 18 વર્ષથી મોટી ઉંમરના 3866 અને 45 વર્ષથી મોટી ઉંમરના 414 લાભાર્થીઓએ વેક્સિનેનો ડોઝ લીધો છે. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી કુલ 1961 લાભાર્થીઓએ કોરોનાની વેક્સિન લીધી.

અન્ય સમાચારો પણ છે...