તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નાગા બાવાના વેશમાં છળકપટથી મેળવેલા સોનાના દાગીના વેચવા ફરતાં એક શખ્સ ઝડપાઈ ગયો છે. એલસીબી-1 પીઆઈ જે. જી.વાઘેલાના માર્ગદર્શનમાં ટીમ દહેગામ પંથકમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ વિજયસિંહના આરોપી અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દહેગામ નહેરૂ ચોકડી પાસે સોનાના દાગીના વેચવા ફરતાં શખ્સને ઝડપી પાડ્યો હતો. જેનું નામ પૂછતાં ગોપાલનાથ લાડકનાથ ભાટી (43 વર્ષ, રહે-મદારીનગર, દહેગામ) હોવાનું સામે આવ્યું હતું. જેની અંગ ઝડતી કરતાં પેન્ટના ખિસ્સામાંથી 60,300ની કિંમતની સોનાની ચેઈન અને 29,350ની કિંમતની વીંટી મળી આવી હતી. જે અંગે આધાર પુરાવા માંગતા તેણે સંતોષકારક જવાબ આપ્યો ન હતો.
જેની ઉડાણપૂર્વક પૂછપરછ કરતાં દોરો અને વીંટી એક વર્ષ પહેલાં બારડોલી ખાતેથી સેરવી લીધેલાની તેણે કબૂલાત કરી હતી. આરોપી દેવાનાથ પોતાના અન્ય મિત્રો રાહુલનાથ કંચનનાથ મદારી અને કરણનાથ નટવરનાથ મદારી ગાડીમાં સુરત ગયા હતા. બારડોલી પાસે કરણનાથેે નાગા બાવાનો વેશ ધારણ કરી એકલા જતાં એક વ્યક્તિ પાસે સરનામું પૂછવાના બહાને ગાડી ઉભી રાખી હતી. આશિર્વાદના બહાને તેઓએ તેઓએ નજર ચૂકવી તે વ્યક્તિના દાગીના સેરવી લીધા હતા.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.