તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંક્રમણ:કોરોનાનો વધુ 1 કેસ: મનપા વિસ્તારનો યુવાન સંક્રમિત: 7 સાજા,1 મોત

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સતત ત્રીજા દિવસે પણ જિલ્લાના ચારેય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી એકપણ કેસ નહી નોંધાતા આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. મનપા વિસ્તારમાંથી 1 કેસમાં કોબાનો 28 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે કોરોનાની સારવારથી વધુ 7 દર્દીઓ સાજા થતાં કુલ આંકડો 18405એ પહોંચ્યો છે.

ઉપરાંત કોરોનાની સારવાર દરમિયાન વધુ 1 દર્દીનું મોત નિપજ્યું છે. જોકે કોરોનાના દર્દીના મોતનું સાચું કારણ તો આરોગ્ય વિભાગના ડેથ ઓડિટ પછી જ ખબર પડશે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 20052 કેસ નોંધવામાં આવ્યા છે.

રાજ્ય સરકારમાંથી વેક્સિનના ઓછા ડોઝ જિલ્લાને ફાળવવામાં આવી રહ્યા છે. જેને પરિણામે છેલ્લા ત્રણેક દિવસથી વેક્સિનની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. વેક્સિનના ઓછા ડોઝને લીધે મંગળવારે માત્ર 17 સેન્ટ્રોમાં જ વેક્સિનેશન કરાયું હતું. તેમાં મનપા વિસ્તારના 10 સેન્ટરો ઉપર કુલ 2840 લાભાર્થીઓને વેક્સિન આપી હતી. જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાં માત્ર 7 સેન્ટરો ઉપર કુલ 1098 લાભાર્થીઓને રસી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...