તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની બીજી લહેર:વધુ 2 દિવસ રસીકરણ બંધ તાલુકામાં કોરોનાનો વધુ 1 કેસ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાની ત્રીજી લહેરને હરાવવા માટે સઘન વેક્સિનેશન માટે રસીકરણ મહાઅભિયાન શરૂ કરાયું હતું. જોકે ત્યારબાદ વેક્સિનનો સ્ટોક ઓછો મળતા હોવાની બુમ પડી હતી. ત્યારે વેક્સિનેશના ઓછા સ્ટોકને પગલે બુધવારે મમતા દિવસ નિમિત્તે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી હતી. આથી પ્રથમ અને બીજો ડોઝ લેનાર લાભાર્થીઓમાં નિરાશા સાથે રોષ ઉઠવા પામ્યો હતો. જોકે કોરોનાની બીજી લહેરમાં વેક્સિન લેનાર લાભાર્થીઓ ઝડપથી સાજા થયા હોવાના આરોગ્ય વિભાગના રિપોર્ટને પગલે હાલમાં વેક્સિન લેવા માટે લોકોમાં હોડ જામી છે. આથી જિલ્લાના મનપા અને ગ્રામ્ય વિસ્તારના વેક્સિનેશન સેન્ટરોમાં લાભાર્થીઓની લાંબી લાઇનો જોવા મળે છે. જોકે હાલમાં વેક્સિનનો સ્ટોક નહી હોવાથી આગામી બે દિવસ સુધી વેક્સિનેશનની કામગીરીને બંધ રાખવાનો નિર્ણય રાજ્યના આરોગ્ય વિભાગે લીધો છે.

મનપા વિસ્તારમાંથી સતત ત્રીજા દિવસે પણ એકપણ કેસ નોંધાયો નથી. પરંતુ જિલ્લાના ગાંધીનગર તાલુકાના ગીયોડની 62 વર્ષીય મહિલા કોરનામાં સપડાઇ છે. આથી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંકડો 20060એ પહોંચ્યો છે.

જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ દર્દી સાજો થયો નથી. પરંતુ મનપા વિસ્તારમાંથી 2 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનારનો જિલ્લાનો આંકડો 18456એ પહોંચ્યો છે. જોકે કોરોનાની સારવાર લઇ રહેલા એકપણ દર્દીનું મોત થયું નથી.

અન્ય સમાચારો પણ છે...