અકસ્માત:રાંધેજા પાસે બાઇકચાલકને કાર ચાલકે ટક્કર મારતા 1નું મોત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય 2ને ગંભીર ઇજા અમદાવાદ લઇ જવાયા

રાંધેજા ગામમા આવેલા જોગણી માતાજીના મંદિરે માનતા પુરી કરી યુવકો બાઇક લઇને પરત ઘરે જઇ રહ્યા હતા. તે દરમિયાન યુવકો રાંધેજા વિદ્યાપીઠથી થોડે દુર આગળ ગયા હતા, તે સમયે જ ઇકોના ચાલકે બાઇકને ટક્કર મારતા ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં એક યુવકનુ મોત થયુ હતુ. જ્યારે અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવની જાણ પેથાપુર પોલીસને થતા બનાવ સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

​​​​​ખાત્રજની કંપનીમા નોકરી કરે છે. રાંધેજા ગામમા આવેલા જોગણી માતાજીના મંદિરે પરિવાર માનતા પુરી કરવા આવ્યો હતો. માતાજીના મંદિરે પરિવાર માનતા પુરી કરીને નવુ બાઇક લઇને સંજય, અખીલ અને આશિષ છત્રાલ ઘરે જવા નિકળ્યા હતા. જ્યારે પરિવારના અન્ય સભ્યો રીક્ષામા ઘરે જઇ રહ્યા હતા. રાંધેજાથી રૂપાલ તરફ જવાના માર્ગે ઉપર સંજય બાઇક લઇને નિકળ્યો હતો. ત્યારે જ સામેથી આવતી એક ઇકો કારના ચાલકે ટક્કર મારી હતી.જેમા ત્રણેય જણા બાઇક ઉપરથી નીચે પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની જાણ આસપાસના લોકોને થતા બચાવ કામગીરી કરવા દોડી આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ લઇ જવાયા હતા. જ્યાંથી તબિયત વધારે ખરાબ થતા અમદાવાદ સિવિલ લઇ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સંજયને મૃત જાહેર કર્યો હતો. - આશિષ વિરાજી ઠાકોર (રહે, છત્રાલ, વડનગરપુરા, કલોલ)

અન્ય સમાચારો પણ છે...