કોરોનાના કેસ:આઇઆઇટીના 1 વિદ્યાર્થી અને નિફ્ટની 2 વિદ્યાર્થિનીને કોરોના, 5 દિવસ પહેલાં IITનો વિદ્યાર્થી દિલ્હીથી આવ્યો હતો

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ત્રણેય સંક્રમિત વિદ્યાર્થી હોમ આઇસોલેશન સારવાર હેઠળ

ચાલુ માસના છેલ્લા પાંચ દિવસમાંથી ચાર દિવસ કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. તેમાં ગુરૂવારે નીફ્ટની બે વિદ્યાર્થીનીઓ અને પાંચેક દિવસ પહેલાં દિલ્હીથી આવેલો આઇઆઇટીનો વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયો છે. તમામ ત્રણેય સંક્રમિત વિદ્યાર્થીઓ હોમ આઇસોલેશન સારવાર લઇ રહ્યા છે. ચાલુ માસના પાંચ દિવસમાં કોરોનાના છ કેસ નોંધાયા છે. જોકે કોરોનાના નોંધાયેલા છ કેસ જિલ્લાના ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાંથી નોંધાયા છે.

જ્યારે જિલ્લાના ચારેય તાલુકામાંથી એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી. જોકે મનપા વિસ્તારમાંથી નોંધાયેલા કોરોનાના કેસમાં અન્ય રાજ્યોમાંથી આવેલી વ્યક્તિઓનો જ સમાવેશ થાય છે. જિલ્લામાં ગુરૂવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા છે. તેમાં નિફ્ટમાં અભ્યાસ કરતી અને ઇન્ફોસીટીમાં રહેતી 18 વર્ષીય બે વિદ્યાર્થીનીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

બન્ને વિદ્યાર્થીનીઓ બરોડા ખાતે રહેલી પોઝિટીવ બહેનપણીના સંપર્કમાં આવવાથી સંક્રમિત થઇ છે. નીફ્ટ કોલેજની બન્ને વિદ્યાર્થીનીઓ હોવાથી લો કોલેજની જેમ કોરોના માથું ઉંચકે નહી તે માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમિત બન્ને વિદ્યાર્થીનીઓના સંપર્કવાળા 70 વ્યક્તિઓના કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

જોકે તમામ ટેસ્ટ નેગેટીવ આવતા મનપાના આરોગ્ય તંત્ર અને નીફ્ટ કોલેજના સંચાલકોએ હાશકારો અનુભવ્યો છે. જ્યારે દિલ્હીથી ગત 1લી, મે-2022ના રોજ આઇઆઇટી ખાતે આવેલા 26 વર્ષીય વિદ્યાર્થીને શરદી અને તાવની બિમારીને લીધે કોરોનાનો ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...