ઝડપાયો:બોરીજમાંથી ચોરાયેલા મોપેડ સાથે 1 ઝડપાયો, 4 માસ અગાઉ ચોરી થઇ હતી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરીજમાં ચાર મહિના પહેલાં ચોરાયેલા મોપેડ સાથે એક શખ્સ ઝડપાયો છે. એલસીબી પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં ટીપ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડકોન્સ્ટેબલ મુકેશસિંહ દલપતસિંહ તથા કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ફુલુભાને સંયુક્ત રીતે બાતમી મળી હતી. જેમાં પેથાપુર ખાતે સંત રોહીદાસ ફ્લેટમાં રહેતો નિર્મલ શ્રીમાળી (ફ્લેટ નંબર-202) ચોરીનું મોપેડ ફેવરતો હતો. બાતમીના આધારે પોલીસે તેને ચરેડી ફાટત પાસેથી GJ-18-DF-9220 નંબરના મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.

પોલીસે મોપેડ બાબતે પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો, જેથી પોલીસે તેની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં યુવકે ચોરીની કબૂલાત કરી હતી. જેમાં નિર્મલ સાડા ચાર માસ પહેલાં બોરીજ ગામમાં રાત્રીના સમયે ગરવા જોવા માટે ગયો હતો. તે સમયે એક ઘરની પાસે મોપેડ પાર્ક થયેલું હતું અને ઘરન ખુલ્લી બારીમાં જ ચાવી પડેલી હતી. જેથી નિર્મલ ચાવીથી મોપેડ ખોલીને લઈ આવ્યો હતો અને ફેરવતો હતો. જે અંગે સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેથી એલસીબીએ આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...