તંત્ર સફાળું જાગ્યું:સિંગરવામાં મલેરિયાનો 1 કેસ મળતાં આરોગ્ય તંત્ર દોડતું થયું

વહેલાલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેલેરિયાનો કેસ મળતાં જ તંત્ર સફાળું જાગ્યું , ફોગિંગ કરવામાં આવ્યું - Divya Bhaskar
મેલેરિયાનો કેસ મળતાં જ તંત્ર સફાળું જાગ્યું , ફોગિંગ કરવામાં આવ્યું
  • એક સોસાયટીમાં બ્રીડિંગ મળતાં નોટિસ અપાઈ

દસક્રોઈ ના સિંગરવામાં મેલેરિયાનો પોઝીટીવ કેસ મળી આવતા અમદાવાદ જિલ્લા મેલેરિયા વિભાગ દોડતું થઈ ગયું હતું.અને પોઝીટીવ કેસ વિસ્તાર સહિત સમગ્ર ગામમાં સરપંચ કુંજનસિંહ ના સહયોગ થી પુરા ગામમાં ફોગીગ કરવામાં આવ્યું હતું. ફોગીગ ઉપરાંત સર્વે પણ હાથ ધરવામાં આવેલ .100 મીટર ત્રિજ્યા માં ચકાસણી કરી કોઈ બીજા તાવના કેસો મળ્યા નથી .જોકે વિરલ રેસીડેન્સી સિંગરવામા એક ઘેર બ્રેડિંગ મળતા તેના ચેરમેન ને નોટીસ પણ આપવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા મેલેરિયા વિભાગ અધિકારી નરેન્દ્રસિંહ ના જણાવ્યા અનુસાર દસક્રોઈ ના સિંગરવામા રહેતા અને અમદાવાદ શહેરમાં નોકરી કરતા શખ્સમાં મેલેરિયા પોઝીટીવ ના લક્ષણો દેખાતા જિલ્લા મેલેરિયા વિભાગની ટિમ ફોગીગ વાહન સાથે પહોંચી ગઈ હતી.અને ગામના સરપંચ તેમજ ભુવાલડી જિલ્લા સીટના સદસ્ય જનકભાઈ ઠાકોર સહિત સ્થાનિકોને સાથે રાખી સમગ્ર ગામમા ફોગીગ કરવામાં આવ્યું હતું.