તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:બુધવારે મનપા વિસ્તારમાં કોરોનાનો 1 કેસ : 5412 લોકોએ રસી લીધી

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક દિવસના વિરામ બાદ કેસ નોંધાયો

જિલ્લામાં બુધવારે મનપા વિસ્તામાંથી કોરોનાનો એક કેસ નોંધાયો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી એકપણ કેસ નોંધાયો નથી. મનપા વિસ્તારના સરગાસણમાં રહેતી 48 વર્ષીય મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કોરોનાની સારવાર લેતા એકપણ દર્દી સાજા થયા નથી તેમજ એકપણ દર્દીનું મોત થયું નથી. ઉપરાંત વેક્સિનેશનના ભાગરૂપે જિલ્લાના વધુ 5412 લોકોએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 1812 લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી 3601 વ્યક્તિઓએ રસી લીધી હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે.

સચિવાલય મીનાબજાર ખાતે વેક્સિનેશન કેમ્પ યોજાશે
મીનાબજાર ખાતે આવતીકાલે એટલે શુક્રવારે કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાશે. મીનાબજાર પ્રગતિ લારી પાથરણાં મંડળ તેમજ લાયન્સ ક્લબ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાશે. શુક્રવારે સવારે 10થી બપોરે 3 વાગ્યા દરમિયાન આ રસીકરણનો કાર્યક્રમ યોજાશે. નાગરિક કો. બેંક સહકાર આપશે. જેથી લાભ લેવા માંગતા વેપારી-નાગરિકોને બેંક પાસે આવવાનું રહેશે. રસીકસણ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...