તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌને મોકો:1 ભવન, 2 ઉદઘાટન! પાટીલ-પટેલે અલગ-અલગ રિબિન કાપી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
સવારે 11:32 કલાકે ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર 
પાટીલે રીબીન કાપી હતી. - Divya Bhaskar
સવારે 11:32 કલાકે ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર પાટીલે રીબીન કાપી હતી.

મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સેક્ટર-21 ખાતે બનેલા ‘મહારાષ્ટ્ર ભવન’નું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે મંગળવાર મહત્વની વાત એ છે કે આ એક ભવનનું બે વખત ઉદ્દઘાટન થયું હતું.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભવના ફસ્ટ ફ્લોર પર સવારે 11:43 મિનિટે રિબીન કાપી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભવના ફસ્ટ ફ્લોર પર સવારે 11:43 મિનિટે રિબીન કાપી હતી.

મંગળવારે સવારે શરૂ થયેલા કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પહોંચ્યા હતા જેઓએ સવારે 11:32 કલાકે ભવનના ગ્રાઉન્ડ ફ્લોર પર રીબીન કાપી હતી. થોડી હાજરી આપીને પાટીલ જતાં રહ્યાં હતા જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા હતા. જેઓએ ભવના ફસ્ટ ફ્લોર પર સવારે 11:43 મિનિટે રિબીન કાપી હતી. એક ભવનનું બે વખત ઉદ્દઘાટન થતાં લોકોમાં આશ્ચર્ય સર્જાયું હતું.

અન્ય સમાચારો પણ છે...