ધરપકડ:લવારપુર પાસે આઇશર ચાલકને લૂંટનાર 1 આરોપી પકડાયો, 5 પોલીસ પકડથી દૂર

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગત રવિવારે ટુ વ્હિલર પર આવી 6 લૂંટારુ લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા

ચિલોડા નરોડા હાઇવે પર આવેલા પ્રાંતિયા પાસે પાંચ દિવસ પહેલા આઇશર ચાલકને માર મારી લૂંટ ચલાવી છ લૂંટારુ ફરાર થઇ ગયા હતા. આ બાબતે આઇશર ચાલકે ડભોડા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ ડભોડા પોલીસની ટીમ દ્વારા સતત 72 કલાક સુધી તપાસ કરતા એક આરોપીને ઝડપી લીધો હતો.

જ્યારે આરોપીને પકડ્યા પછી વધુ 3 ગુનાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અન્ય 5 આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ડભોડા પોલીસ મથકમા 5 દિવસ પહેલા એક એક દિવસ પછી લૂંટ કરી મારમારીના બનાવો સામે આવ્યા હતા. ત્યારબાદ આરોપીઓ ફરાર થઇ ગયા હતા, પરંતુ બનાવના કારણે ડભોડા પોલીસની ઉંઘ ઉડાડી દીધી હતી.

છેલ્લા 72 કલાકથી ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.વછેટાની ટીમ આરોપીઓને પકડવા દોડા દોડી કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, એક વ્યક્તિ મોબાઇલ વેચવા ફરી રહ્યો છે. જેને લઇ પોલીસ વોચમા ગોઠવાઇ ગઇ હતી અને આરોપીની રાહ જોઇ રહી હતી. આરોપી મોબાઇલ વેચવા આવતા તેને પકડવામા આવ્યો હતો. તેની પાસેથી આઇશર ચાલકનુ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ મળી આવતા તેને ઝડપી લીધો હતો અને લાલ આંખ કરતા પોપટની જેમ બોલી ગયો હતો.

તેને કહ્યુ હતુ કે, તેના મિત્રો અનિકેત ઉર્ફે બલીયો, વિશાલ ઇન્દ્રપાલ યાદવ, અર્જુન ઉર્ફે મુન્ના માઇકલ, દીપક રાજેશ યાદવ સાથે મળીને કાલુનુ બાઇક લઇ પ્રાંતિયા નજીક આવ્યા હતા અને ગાડીવાળા પાસેથી પાકીટ અને રોકડ ફોનની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. જ્યારે બાકીના ફોન સરદારનગર ખાતેથી ચોરી કર્યા હતા. આરોપી પાસેથી ચાર મોબાઇલ, 3650 રોકડ, આઇકાર્ડ, બાઇક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતાં વધુ 3 ગુનાનો ભેદ ઉકેલાયો
આરોપીએ કહ્યુ હતુ કે, આજથી વીસ દિવસ પહેલા દિવાળીના તહેવારોમા તમામ મિત્રો બાઇક લઇ લીંબડીયા પાસે ગયા હતા અને ત્યાં એક આઇશર ગાડીમા આરામ કરતા ચાલક ઉપર હુમલો કર્યો હતો. તેમની પાસેથી 15 હજારની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. છ દિવસ પહેલા રણાસણ સર્કલ પાસેથી બે છોકરાઓના મોબાઇલની લુંટ કરવાની કોશિષ કરી હતી. અંજલી હોટલ પાસે એક શખ્સને ચપ્પાના ઘા મારી મોબાઇલ ફોન અને રોકડ લઇ ફરાર થઇ ગયા હતા. પોલીસે ગુનામા સામેલ અનિકેત દીવાકર (મેઘાણીનગર), અર્જુન માઇકલ રાઠોડ (ભાર્ગવ રોડ), રોકી નવાબ ચૌહાણ, વિશાલ યાદવ, દિપક યાદવ, સંજુ ઉર્ફે કાલીયો ગોહેલ અને છોટુ રીક્ષાવાળાની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...