જિલ્લામાં ત્રીજી લહેરનાં વળતાં પાણી:પાટનગર અને ગ્રામ્યમાંથી 1-1 કેસ ,વધુ 6 દર્દી સાજા થયા

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 70 દિવસ પછી કોરોનાના 2 કેસ નોંધાયા

છેલ્લા 70 દિવસ પછી કોરોનાની ત્રીજી લહેરમાં જિલ્લામાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. ગત તારીખ 27મી, ડિસેમ્બર-2021ના રોજ જિલ્લામાંથી કોરોનાના 2 કેસ નોંધાયા હતા. સોમવારે નોંધાયેલા 2 કેસમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્યમાંથી 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે તેની સામે કોરોનાની સારવારથી વધુ 6 દર્દીઓ સાજા થયા છે.

કોરોનાને હરાવનારા દર્દીઓમાંથી 4 શહેર અને 2 જિલ્લાના ચારેય તાલુકાના છે. નવા નોંધાયેલા કોરોનાના કેસમાં જિલ્લાના ગાંધીનગર તાલુકાના ગિફ્ટ સિટીમાં 35 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકાના સેક્ટર-13નો 35 વર્ષીય યુવાન કોરોનાગ્રસ્ત થયો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રે જણાવ્યું છે.

મહત્ત્વનું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. બીજી લહેરમાં કેસની સંખ્યા અને મૃત્યુઆંક વધુ હોવાથી સ્થિતિ ડરામણી હતી. ત્યાર બાદ ત્રીજી લહેરમાં કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી હતી પરંતુ મૃત્યુઆંક નહિવત્ રહ્યો હોવાથી અને લોકોએ રસી લીધી હોવાથી રાહત જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...