દુર્ઘટના:લાકરોડા ચેકડેમ પાસે નદીમાં ડૂબી જતાં યુવકનું મોત

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

માણસા તાલુકાના લાકરોડા ગામ પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં ગુરુવારે બપોરે એક યુવક નદીમાં નાહવા ગયો હતો ત્યારે અચાનક ઊંડા પાણીમાં ખેંચાઈ જતા તે બહાર નીકળી શક્યો ન હતો. જે બાબતની જાણ આજુબાજુના લોકોને થતા તેમણે તાત્કાલિક માણસા પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ત્યારે આજે સવારે માણસા ફાયર બ્રિગેડ અને સ્થાનિકતા તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહ ને નદીમાંથી બહાર લાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.

માણસા તાલુકામાંથી પસાર થતી સાબરમતી નદીમાં જ્યારે પાણી નથી હોતું ત્યારે રેતી માફિયાઓ બેફામ અને આડેધડ ખનીજ ચોરી કરી નદીમાં ઊંડા ખાડા કરી દે છે. જ્યારે ચોમાસામાં પાણી છોડવામાં આવે તે વખતે આ નદી કિનારાના ગામોના લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે.

ગણેશ વિસર્જન કે સ્નાન કરવા માટે આવતા લોકો અચાનક આવા ઊંડા ખાડામાં ગરકાવ થઈ જતા હોય છે અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. જેમાં ચરાડા ગામના વતની અને છેલ્લા દોઢ વર્ષથી માણસા તાલુકાના લાકરોડા નદી પાસે આવેલ ડેમડાના ડેરા પાસે રહેતા 40 વર્ષીય રાજુભાઈ બળદેવભાઈ પટેલ ગુરુવારના રોજ બપોરના સમયે ચેકડેમ પાસે નદીમાં નાહવા માટે ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...