તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:મહુડી ગામે પત્ની પાછળ પડ્યો હોવાની શંકાએ યુવક પર હુમલો

માણસા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • મારી નાખવાના ઇરાદે માથામાં પાઇપ મારતા યુવકને ગંભીર ઇજાઓ થઈ હતી, માણસા પોલીસમાં ફરિયાદ

મહુડી ખાતે બે દિવસ અગાઉ જાહેર માર્ગ પરથી પસાર થઈ રહેલા યુવકને ગામમાં એક વ્યક્તિએ રોકી અને મારી પત્નીની પાછળ કેમ પડી ગયો છે તેવું કહી મારી નાખવાના ઇરાદે માથામાં પાઇપ મારતા યુવકને ગંભીર ઇજાઓ થતાં તેને તાત્કાલિક હિંમતનગર સારવાર માટે ખસેડાયો હતો.જે બાબતે ઇજાગ્રસ્ત યુવકના ભાઈએ માણસા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મહુડી ગામે ભાદાવત વાસમાં રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રભાતસિંહ રંગતસિંહ રાઠોડ નામનો યુવક ગત સોમવારની રાત્રે મહુડી ગામની સીમમા હાજીપુર જવાના માર્ગ પર પંડ્યા ધનજીભાઈ ના ખેતર પાસેથી પસાર થઈ રહ્યો હતો તે વખતે ગામમાં જ રહેતો સિધ્ધરાજસિંહ ઉર્ફે અજીતસિંહ મદનસિંહ રાઠોડ તેને સામે મળ્યો હતો અને તેને રોકી કહેવા લાગ્યો હતો કે તું મારી પત્ની ના પાછળ કેમ પડ્યો છે તેમ કહી ઉશ્કેરાઈ જઈ મારી નાખવાના ઇરાદે પ્રભાતસિંહના માથામાં પાઇપ ફટકારી હુમલાખોર ત્યાંથી ભાગી છૂટ્યો હતો.

બીજી બાજુ અચાનક થયેલા જીવલેણ હુમલાના કારણે અર્થ બેભાન થઈ ગયેલ ઈજાગ્રસ્ત યુવકને ગ્રામજનો જોઈ જતા તેના પરિવારને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને તાત્કાલિક વિજાપુર લઈ ગયા હતા જ્યાં માથાના ભાગે તેમજ કપાળના ભાગે ગંભીર ઇજાઓ જણાતા વધુ સારવાર માટે હિંમતનગર ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો સમગ્ર બનાવ બાબતે ઇજાગ્રસ્ત પ્રભાતસિંહના પિતરાઈ ભાઈ બળવંતસિંહ રાઠોડે પાઇપ વડે મારી નાખવાના ઇરાદે માથામાં ગંભીર ઈજાઓ પહોંચાડનાર હુમલાખોર સિધ્ધરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ આપતા માણસા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો