તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખરણા પાસે કાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત મહિલાનું મોત

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી કરી
  • કૂતરું વચ્ચે આવતાં કાર ઝાડમાં ઘૂસી જતાં દંપતી ઘાયલ થયું હતું, પતિ સારવાર હેઠળ

માણસા પાસેના ખરણા ગામના પાટિયા પાસે ત્રણ દિવસ અગાઉ થયેલા અકસ્માતમાં ઘાયલ મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ સતલાસણા તાલુકાના વજાપુર ગામે રહેતાં જયંતિભાઈ પ્રજાપતિનો પુત્ર મનીષકુમાર અમદાવાદના ઘાટલોડિયા ખાતે રહે છે. શુક્રવારે વહેલી સવારે જયંતિભાઈએ પુત્રને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ અમદાવાદ આવી રહ્યાં છે. પુત્રને ફોન કર્યા બાદ દંપતી કારમાં વજાપુરથી ગોજારીયા થઈ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા.

ત્યારે માણસા તાલુકાના ખરણા ગામના પાટિયા નજીક પહોંચ્યા એ વખતે રોડ વચ્ચે અચાનક કૂતરૂ આવી જતા કારચાલક જયંતીભાઈએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર ધડાકાભેર રોડ પાસેના ઝાડ સાથે ટકરાઇ હતી જેના કારણે દંપતીને ઈજાઓ થતા તાત્કાલિક ગાંધીનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં બે દિવસની સારવાર બાદ લક્ષ્મીબેન પ્રજાપતિનું મોત નિપજતા તેમના પુત્ર મનીષકુમારે અકસ્માત બાબતે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, પતિ સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...