પેટા ચૂંટણી:માણસા પાલિકાની 1 સીટની પેટા ચૂંટણી માટે આજે મતદાન

માણસા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વોર્ડના 3810 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે
  • ભાજપના​​​​​​​ દેવેન્દ્રસિંહ રાઓલ તેમજ કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાઓલ આમને-સામને: ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

માણસા નગરપાલિકાના વોર્ડ નંબર-4ની એક બેઠક માટે આજે મતદાન થશે. વોર્ડના 3810 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નગરસેવકની પસંદગી કરશે. આ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના દેવેન્દ્રસિંહ રાઓલ અને કોંગ્રેસના મહેન્દ્રસિંહ રાઓલ આમને-સામને છે. ત્યારે આજે બે મતદાન મથકોના પાંચ બુથ પર આ વોર્ડના 3810 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

સવારે સાત વાગ્યાથી સાંજ ના છ વાગ્યા સુધીના મતદાનના સમય દરમિયાન પ્રાથમિક કન્યાશાળામાં 1580 મતદારો અને રાજમાતા હાઈસ્કૂલમાં 2230 મતદારો મતદાન કરશે.કોરોનાની ગાઇડલાઇન મુજબ મતદાન કેન્દ્રોની અંદર પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે ત્યારે આજે થનારા મતદાન બાદ જ ખ્યાલ આવશે કે કોણ ફાવશે

અન્ય સમાચારો પણ છે...