તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખડાતથી ગેરકાયદે રેતી લઈ જતા ડમ્પરને ગ્રામજનોએ પકડી મામલતદારને સોંપી દીધું

માણસા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • અગાઉ આ વિસ્તારમાં ભૂમાફિયાઓએ ભૂસ્તરની ટીમ ઉપર હુમલો કર્યો હતો
 • મામલતદારે સમગ્ર ઘટના બાબતે રિપોર્ટ તૈયાર કરી ભૂસ્તર વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી
 • કોઈનો પણ ડર રાખ્યા વિના બેફામપણે રેતીની ચોરી કરી રહેલા ભૂમાફિયા

માણસા તાલુકાના નદી કિનારાના ગામોમાં બેફામ રેતી ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે અને ભૂમાફિયા કોઈનો પણ ડર રાખ્યા વિના બેફામ રેતી ચોરી કરી ડમ્પરો ઠાલવી રહ્યા છે ત્યારે ગત રાત્રિએ ખડાત ગામની નદીના પટમાંથી રેતી ચોરી કરી ને જતા એક ઓવરલોડ ડમ્પરને ગ્રામજનોએ પકડી માણસા મામલતદાર કચેરીએ લઈને આવતા મામલતદારે સમગ્ર ઘટના બાબતે રિપોર્ટ તૈયાર કરી ભૂસ્તર વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના નદીકિનારા આવેલા ગામોમાં રેતી માફિયાઓ સુવ્યવસ્થિત નેટવર્કથી ગેરકાયદે રીતે બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે અને આ લોકો ઉપરથી નીચે સુધી ગોઠવણ કરી લાખો રૂપિયાની રોયલ્ટીની પણ ચોરી કરી રહ્યા છે આ લોકોની ચોરી અટકાવવા અને તેમને પકડવા માટે અનેક વખત આ નદીની કોતરોમાં ભૂસ્તર વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે પરંતુ રેતી માફિયાઓ ને રેડની અગાઉથી જાણ થઈ જતી હોવાથી તમને પકડી શકાતા નથી.

થોડા દિવસો અગાઉ ગાંધીનગર ભૂસ્તર વિભાગની ફ્લાઇંગ સ્કોર્વડે ખડાત ગામની નદીના કોતરોમાં રાત્રિના સમયે રેડ કરી હતી તે વખતે ભૂસ્તરની ટીમ ઉપર ભૂમાફિયાઓએ હુમલો કર્યો હતો અને તે બાબતે માણસા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ પણ કરી હતી.ગત રાત્રિએ ખડાતની નદીમાં કોતરોમાંથી એક 47 ટન રેતી ભરેલું ડમ્પર નંબર GJ-01-FT-9051 ને ગ્રામજનોએ રોકી પૂછપરછ કરતા ગેરકાયદે રેતી ચોરી કરી હોવાનું માલુમ પડતાં ડમ્પરના ચાલક ભરત યાદવને રેતી ભરેલા ડમ્પર સાથે ગ્રામજનો માણસા મામલતદાર કચેરીએ લાવી મામલતદારને સોંપ્યું હતું અને રેતી વહન કરનાર તેમજ પાસ પરમીટ વિના ઓવરલોડ વાહન નો રિપોર્ટ તૈયાર કરી ભૂસ્તર વિભાગને જાણ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો