ક્રાઇમ:વિહાર ગામમાં બંધ મકાનમાંથી 8 લાખની માલમત્તાની ચોરીથી ફફડાટ

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંગડિયા પેઢી ધરાવતા વૃદ્ધ છોટા ઉદેપુરમાં રહેતા પુત્રોને મળવા ગયા ને ઘરમાં ખાતર પડ્યાની રાવ

માણસાના વિહાર ગામના વતની અને છોટાઉદેપુર જિલ્લામાં આંગડિયા પેઢી ધરાવતા વૃદ્ધ દસ દિવસ પહેલા વિહારથી છોટાઉદેપુર તેમના પુત્રોના ત્યાં ગયા હતા. તે દરમિયાન તસ્કરોએ બંધ કમાનના દરવાજાના તાળા તોડી રૂમમાં મુકેલ 3 તિજોરી તોડી તેમાં રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ 7.95 લાખ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે બાબતે મકાન માલિકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વિહારના પુંજાપુરામાં ગુજરાતી શાળા સામે રહેતા 67 વર્ષીય રમણભાઈ પટેલ તેમના પત્ની સાથે રહે છે અને તેમના બે પુત્રો બોડેલી ખાતે આંગડિયા પેઢી ધરાવતા હોવાથી તેમના પરિવાર સાથે ત્યાં સ્થાયી થયા છે. જેથી રમણભાઈ અવાર નવાર તેમના પુત્રોને ત્યાં જઇ વ્યવસાયમાં મદદ માટે આવતા જતા રહે છે.

ગત 23 ઓક્ટોબરે રમણભાઈ અને તેમના પત્ની વિહાર ગામે મકાનને તાળું મારી પુત્રોને ત્યાં બોડેલી ગયા હતા. ત્યારબાદ કોઈપણ સમયે તેમના વતનના બંધ મકાનમાં ચોરી કરવાના ઇરાદે ચોર ઈસમો આવ્યા હતા.ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરના બીજા રૂમમાં મૂકેલી લોખંડની ત્રણ તિજોરી તોડી સરસામાન અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. તિજોરીમાં મુકેલા 5.95 લાખના સોના ચાંદીના ઘરેણા તેમજ બે લાખની રોકડ રકમ લઇ ભાગી છૂટયા હતા.

બંધ મકાનના દરવાજાનું તાળું તુટેલું જોઈ તેમના પડોશીએ બોડેલી રહેતા રમણભાઈને ફોન કરી ઘરના દરવાજાનું તાળું તૂટેલું હોવાની જાણ કરતાં રમણભાઈ તથા તેમના બંને પુત્રો વિહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ તેમણે ઘરમાં તપાસ કરતા ત્રણે તિજોરી તૂટેલી હતા. તેમજ ઘરનો સામાન અસ્તવ્યસ્ત હોવાથી અને તેમણે તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ગાયબ હોવાથી ચોરી થઇ હોવાનું જણાતા માણસા પોલીસને જાણ કરી ભાગી છુટેલા ફરિયાદ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...