તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:મૈત્રીકરાર બાદ ઘરે પરત ગયેલી યુવતી અને પૈસાની માંગણી કરવા યુવાન સગીર ભાઈને ઉઠાવી ગયો

માણસા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મારી નાખવાની ધમકી આપ્યા બાદ સગીરને ચિલોડા 4 રસ્તા પાસે છોડી મૂક્યો હતો
  • માણસાના એક ગામના સગીરનું અપહરણ કર્યુ હતુ પણ પોલીસના ડરથી છોડી દઈ ભાડાના પૈસા આપી ફરાર થઈ ગયા હતા
  • માણસા પોલીસમાં 2 સામે ફરિયાદ

માણસા પાસેના એક ગામના સગીરને તેના જ ગામના યુવકે મિત્રની મદદથી બાઈક પર અપહરણ કરીને અલુવાની નદીની કોતરોમાં લઈ જઈ તેના પિતાને ફોન કરી તેમની પુત્રી અને પૈસાની માગણી ફરી હતી અને માગણી પૂરી કરવામાં નહીં આવે તો યુવકને મારી નાખવાની ધમકી આપ્યા બાદ સગીરને ચિલોડા ચાર રસ્તા પાસે છોડી મૂકયો હતો જે બાબતે અપહૃત સગીરે માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

માણસા તાલુકાના એક ગામમાં રહેતો અને કોલેજમાં અભ્યાસ કરતો 17 વર્ષીય સગીર બે દિવસ અગાઉ તેના મિત્ર સાથે ખરીદી માટે નીકળ્યો હતો અને ઘરે પાછા જતી વખતે બાઈક પર આવેલા બે યુવકોએ સગીરને વાત કરવા માટે રોક્યો હતો જેમાંથી એક યુવક આ સગીરના ગામનો જ હતો અને બીજો તેનો મિત્ર હતો આ બંને અગત્યનું કામ હોવાનું જણાવી સ્ટીલની ગન જેવી વસ્તુ બતાવી સગીરને બાઈક પર બેસાડી અલુવા ગામ ની નદીની કોતરોમાં લઈ ગયા હતા અને ત્યાં જઈ તેનો મોબાઈલ ઝૂંટવી તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે તમારી પુત્રી અને પૈસા આપી જજો નહિ તો તમારા આ દીકરાને અમે મારી નાખીશું તેવી ધમકી આપી હતી

આ ધમકી આપનાર યુવકે અગાઉ સગીરની મોટી બહેન સાથે મૈત્રી કરાર કર્યા હતા પરંતુ બંને પક્ષના આગેવાનોની સમજાવટથી યુવતી તેના ઘરે પાછી આવી હતી અને એ વખતે ખર્ચ પેટે આ અપહરણ કરનાર યુવક પાસેથી પૈસા લેવાયા હતા જેની અદાવતમાં સગીરને નદીની કોતરોમાં લાવી ધમકાવી ફોનમાં રેકોર્ડિંગ પણ કરાવી દીધું હતું કે હું મારી મરજીથી આ લોકોની સાથે આવ્યો છું તો અપહરણ થયાની જાણ થતા સગીરના ઘરના લોકો ગભરાઈ ગયા હતા અને શું કરવું તેની સમજ પડતી નહોતી બીજી બાજુ અપહરણ કરનારા બંને પોલીસના ડરથી સગીરને ચાર રસ્તા પાસે ઉતારી ભાડાના 100 રૂપિયા આપી ભાગી છૂટયા હતા. ત્યારબાદ આ યુવકે તેના પિતાને ફોન કરીને પોતાનો છુટકારો થયો હોવાની જાણ કર્યા બાદ ઘરે પરત આવી ગયો હતો

અન્ય સમાચારો પણ છે...