ઇટાદરામાં કોમી જૂથ અથડામણ:યુવતીની છેડતી મામલે બે જૂથ સામસામે આવ્યાં; ધાર્મિક સ્થળે હુમલો કરી બે વાહનને સળગાવી નાખ્યાં

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે વાહનને સળગાવી નાખ્યાં. - Divya Bhaskar
બે વાહનને સળગાવી નાખ્યાં.
  • એક કોમના છોકરાએ અન્ય કોમની સગીર યુવતીના ફોટા પાડ્યા હતા
  • ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકાફલો ખડકી દેવામાં આવ્યો

ગાંધીનગરના માણસાના ઇટાદરા ગામે બે જૂથ વચ્ચે અથડામણ થતાં માહોલમાં તંગદિલી છવાઈ ગઈ છે. ઇટાદરા ગામે બે જૂથ સામે સામે આવી ગયા હતા. ત્યારે જ ટોળાએ ધાર્મિક સ્થળે પણ હુમલો કર્યો હતો. સાથે સાથે અનેક વાહનો સળગાવ્યાં હતા. આ ઘટનાની જાણ થતા જ માણસા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

મોટી સંખ્યામાં પોલીસકાફળો ઘટનાસ્થળે પહોંચ્યો.
મોટી સંખ્યામાં પોલીસકાફળો ઘટનાસ્થળે પહોંચ્યો.

બે કોમ સામસામે આવી
મળતી વિગતો મુજબ માણસાના ઈટાદરા ગામમાં એક કોમના છોકરાએ અન્ય કોમની સગીર છોકરીના ફોટા પાડતા વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ બંને કોમ સામસામે આવી જતા ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે માહોલ તંગદિલ થતા કોમી હિંસા ન સર્જાય તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.

બાઇકને આગચંપી કરી
બન્ને કોમ વચ્ચે ઘર્ષણ થતાં એક કોમ દ્વારા બે બાઇકને આગ ચાંપી દેવામાં આવી છે. તેમજ બન્ને કોમ વચ્ચે હિંસક ધિંગાણું થાય તેવી સ્થિતિ ઉભી થતા પોલીસ કાફલો ગામમાં દોડી ગયો છે. હાલમાં પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દઈ બંને કોમ વચ્ચે ઘર્ષણ ના થાય તેવા સમાધાનકારી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મોદીની મુલાકાત પહેલાં જ તંગદિલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18મી એપ્રિલે ગાંધીનગરની મુલાકાત લેવાના છે. એના પહેલાં જ ગાંધીનગરના કલોલમાં મર્ડરની બે ઘટના ઘટી ગઈ છે. હજી આ બંને મર્ડરની તપાસ ચાલી રહી છે. એવામાં ગાંધીનગરના માણસા તાલુકાના ઈટાદરા ગામમાં બે કોમ વચ્ચે ઘર્ષણ સર્જાતા પોલીસ કાફલો હાલમાં ગામમાં દોડી ગયો છે. અને પરિસ્થિતિ વધુ વણસે એ પહેલાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી બંને કોમ વચ્ચે સમાધાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...