તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:માણસા પાલિકાની ટીમે પોલીસને સાથે રાખી ટ્રાફિકને અડચણરૂપ દબાણો હટાવ્યાં

માણસા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
માણસા પાલિકાએ એસ.ટી. રોડ પરના લારીના દબાણો હટાવી દીધા હતા. - Divya Bhaskar
માણસા પાલિકાએ એસ.ટી. રોડ પરના લારીના દબાણો હટાવી દીધા હતા.
 • ઇટાદરા ચોકડીથી મસ્જિદ ચોક રોડ પર સામસામે વાહનો નીકળી શકતાં નથી
 • નગર પાલિકાની દબાણ શાખા દ્વારા એસટી રોડ પરના શાકભાજીની લારીઓવાળાને હટાવાયા
 • સામાન જપ્ત કરી દંડ ફટકારી ફરી દબાણ ન કરવા કડક સૂચના અપાઈ

માણસાના મુખ્ય માર્ગો પર રોડની બન્ને સાઈડ પર આડેધડ પાર્ક કરેલા વાહનો તેમજ શાકભાજીની લારીવાળાઓને કારણે ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાય છે ત્યારે ગઇકાલે સાંજે પાલિકાની દબાણ શાખા દ્વારા પોલીસના સહયોગથી એસટી રોડ પરના શાકભાજીની લારીઓવાળાને હટાવવામાં આવ્યા હતા તેમજ તેમનો સામાન પણ જપ્ત કરી દંડનીય કાર્યવાહી કરી હતી તેમજ આ રોડ પર ફરીથી લારીવાળાઓ દબાણ ન કરે તે માટે કડક સૂચના આપવામાં આવી હતી.

માણસાના મુખ્ય માર્ગો પર આડેધડ કરાયેેલા દબાણો અમે હરતી-ફરતી શાકભાજીની લારીઓના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે પરેશાની વેઠવી પડી રહી છે તેમાં પણ ઇટાદરા ચોકડીથી મસ્જિદ ચોક સુધીના જાહેર રોડ પર સામસામે બે વાહન પણ પસાર થઈ શકતા નથી એમાં પણ ઘણા દુકાનદારોએ દુકાનની આગળ જાહેર રોડ ઉપરની જગ્યામાં લારીવાળાઓને ભાડુ લઈને ઊભા રહેવા દે છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા વિકટ બની છે.

આ બાબતે શહેરીજનોની રજૂઆત તેમજ ફરિયાદોને આધારે પાલિકા તંત્ર દ્વારા અવારનવાર આવા દબાણ કરનારા લોકોને દૂર કરવામાં આવે છે તેમ છતાં થોડા દિવસમાં ફરીથી ગોઠવાઈ જાય છે ત્યારે પાલિકાની દબાણ શાખાએ પોલીસ ના સહયોગથી એસ.આઇ. હિતેન્દ્રસિંહ ગઢવી તથા પાલિકાના સ્ટાફે એસટી રોડ પર પાર્ક કરેલા વાહનો તેમજ ટ્રાફિકને અડચણરૂપ શાકભાજીની લારીવાળાઓને હટાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો