મંજૂરી:સમૌનું પેટાપરા હમનુમાનપુરા અલાયદી ગ્રામ પંચાયત બની

માણસા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટદારની નિમાયા, ડિસેમ્બરમાં ચૂંટણીની શક્યતા નહિવત્ : માણસામાં 80 ગ્રામ પંચાયત થઈ

તાલુકાની સમૌ ગ્રામ પંચાયતમાં આવેલ હનુમાનપુરા પેટાપરાની અલગ પંચાયત માટે ગ્રામજનોની જૂની માંગને સરકારના પંચાયત વિભાગે મંજૂર કરતાં હનુમાનપુરા (સમૌ) પંચાયત અસ્તિત્વમાં આવી છે. આ બંને ગામમાં હાલ વહીવટદારની નિમણૂક પણ કરી દેવાઈ છે. બંને પંચાયતોની ચૂંટણી આગામી વર્ષે યોજાય તેવી શક્યતા જણાઈ રહી છે.

ડિસેમ્બરમાં રાજ્યની મોટા ભાગની પંચાયતોમાં ચૂંટણી યોજવાનું આયોજન કરાઈ રહ્યું છે ત્યારે જે ગ્રામ પંચાયતનું વિભાજન કરી અલગ પંચાયતની માગણી મૂકાયેલી છે તેવી પંચાયતોનું વિભાજન કરાયું છે. માણસા તાલુકાના સમૌ ગામના પેટા પરા તરીકે ઓળખાતા હનુમાનપુરાની પણ પંચાયત અલગ કરવા બાબતની ગ્રામજનોની માગણી પણ સ્વીકારાઈ છે.

ડિસેમ્બરમાં યોજાનારી તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી સાથે આ બે પંચાયતની ચૂંટણી યોજાશે નહીં પરંતુ આગામી વર્ષે અલગ ચૂંટણી થાય તેવી શક્યતા છે. ત્યાં સુધી આ બંને પંચાયતોમાં વહીવટદારની નિમણૂક કરીઈ છે, જે અત્યારે નવી પંચાયતનું મકાનન હોવાના કારણે સમૌ પંચાયત કચેરીમાં બેસશે. તાલુકાની કુલ 79 પંચાયત હતી. જેમાં 1 ઉમેરાતાં પંચાયતોની સંખ્યા 80 થઈ છે, જેમાંથી 30 જેટલી પંચાયતમાં ચૂંટણી યોજાશે.

અન્ય સમાચારો પણ છે...