બેદરકારી:માણસા મામલતદાર કચેરી ખાતે ભીડ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સ ભુલાયું

માણસા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
માણસા મામલતદાર કચેરીએે અરજદારોની ભીડથી સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું. - Divya Bhaskar
માણસા મામલતદાર કચેરીએે અરજદારોની ભીડથી સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું.
  • અરજદારોનો ભારે ધસારો રહેતાં કચેરીની જગ્યા નાની પડે છે
  • જનસેવા કેન્દ્રો ફરી શરૂ થતાં જમીનના ઉતારાની નકલ, રાશનકાર્ડને લગતા કામ વગેરે માટે ગ્રામ્ય વિસ્તારોના અરજદારો આવે છે

માણસા તાલુકાના 63 ગામના લોકોને જમીન, મહેસુલ, પુરવઠા સહિતના કામ માટે માણસા મામલતદાર કચેરીમાં આવવું પડે છે. કોરોનાના કેસો ઘટતા જનસેવા કેન્દ્રો ફરી શરૂ થયા છે. જેને પગલે ગ્રામ્ય વિસ્તારોના અરજદારો પોતાના કામ માટે મામલતદાર કચેરી ખાતે આવી રહ્યા છે.

બીજી તરફ નવા શૈક્ષણિક સત્ર માટે વિદ્યાર્થીઓના દાખલા, ખેડૂતોને જમીનના ઉતારાની નકલ તેમજ રાશનકાર્ડને લગતી કામગીરી માટે માણસાના જનસેવા કેન્દ્ર પર મોટી સંખ્યામાં અરજદારો આવે છે. જેને પગલે સવારે કચેરી ખુલતાની સાથે જ ભીડ જોવા મળે છે. સિમિત જગ્યામાં જનસેવા કેન્દ્ર આગળ ભારે ભીડ થતી હોવાથી સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થતું નથી. ઉપરાંત માણસા તાલુકામાં કલોલ તાલુકાના નવા બાર ગામનો ઉમેરો થતાં તે ગામના લોકોનો પણ ઘસારો વધ્યો છે ત્યારે કચેરીમાં પુરવઠા, મહેસુલ ઈ-ધરા સહિત તમામ વિભાગોમાં અધિકારીઓ અને સ્ટાફ માટે પણ કચેરીના વિભાગોની જગ્યા ઓછી પડે છે. બીજી તરફ માણસા તાલુકાના ગામ અને વસ્તીની દ્રષ્ટિએ હાલની મામલતદાર કચેરી ઘણી જ નાની છે.

અન્ય સમાચારો પણ છે...