તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:દુકાનનું તાળું તોડી એક લાખના 2 કેમેરાની ચોરી કરી તસ્કરો પલાયન

માણસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માણસા પાસેના આજોલ ગામમાં બનેલી ઘટના
  • CCTV કેમેરા ચેક કરતાં એક દુકાન ચોરી કરતો જણાય છે

માણસા પાસેના આજોલ ગામમાં ચાર રસ્તા પાસે આવેલ દુકાનમાંથી તસ્કરો 1.20 લાખના બે કેમેરા અને એસેસરીઝ ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ માણસા તાલુકાના આજોલ ગામે રહેતા અને આજોલ ગામ ના ચાર રસ્તા નજીક સાઈનાથ સ્ટૂડિયો તેમજ ટ્રેડિંગનો વ્યવસાય કરતા હર્ષદભાઈ ચાવડા મંગળવારે નિત્યક્રમ મુજબ તેમના સ્ટૂડિયો પરથી ઘરે આવ્યા હતા ત્યાર બાદ રાત્રીના સમયે તેમના સ્ટૂડિયો પર અજાણ્યા ચોર ઈસમો ચોરી કરવાના ઇરાદે આવ્યા હતા. દુકાનના શટરનું તાળું તોડી દુકાનમાં હર્ષદભાઈએ મુકેલા 85,000 અને 35,000 હજારની કિંમતના નિકોન કંપનીના 2 કેમેરા અને એસેસરીઝની ચોરી કરી પલાયન થઈ ગયા હતા.

જે બાબતની દુકાન માલિકે દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા વહેલી સવારે સવા ત્રણ વાગે એક ચોર દુકાનમાં પ્રવેશ કરે છે. કેમેરા અને એસેસરીની ચોરી કરી બહાર નીકળી જાય છે અને તેનો બીજો સાથીદાર તે સમયે દુકાનની બહાર ઉભો રહેલો દેખાઈ આવે છે જેથી ફૂટેજના આધારે દુકાન માલિકે દુકાનની આજુબાજુના વિસ્તારોમાં અને ખેતરોમાં ચોરી કરનાર ઈસમોને શોધવાની કોશિશ કરી હતી. પરંતુ તેમનો કોઇ પત્તો ન લાગતા આખરે હર્ષદભાઈએ પોલીસને ચોરી બાબતની જાણ કરતા પોલીસે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...