ફરિયાદ:ખડાતમાં ચોરી કરવા આવેલાે શખસ મકાન માલિક સાથે ઝપાઝપી કરી ફરાર

માણસા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તસ્કરે ઘરમા પ્રવેશ કરતા માલિક જાગી જતા ચોર 17700ની ચોરી ભાગી ગયો

માણસા તાલુકાના જૂના ખડાત ગામમા ગત મોડી રાતે એક પરિવાર ઘરમાં સૂતો હતો. તે સમયે ગામમાં જ રહેતો એક શખ્સ ચોરી કરવા ઘરમા પ્રવેશ્યો હતો અને ઘરમાંથી 17700 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી. ત્યારે ભાગવા જતા મકાન માલિકે તેને ઝડપી લેવા કોશિશ કરતા તેમની સાથે ઝપાઝપી કરી ભાગી છૂટ્યો હતો. જેને લઇને માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

જૂના ખડાત રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સૂર્યસિંહ રાઠોડ ગતરાત્રે ઘરમાં સૂઈ રહ્યા હતા. તે વખતે મધ્યરાત્રિના દોઢ વાગે તેમના ગામમાં જ રહેતો પ્રવીણસિંહ ઉર્ફે કાળુસિંહ કાનસિંહ રાઠોડ ચોરી કરવાના ઇરાદે તેમના ઘરમાં ઘૂસ્યો હતો. ઘરમાં મુકેલ પર્સ જેમાં 13000 રૂપિયા હતા અને તેમના માતાના ગોદડીમા સંતાડેલા 4700 રૂપિયાની ચોરી કરી હતી.

ચોર ભાગવા જતા સૂર્યસિંહ જાગી જતા ચોર ઘર પાસેની ચોકડીમાં સંતાઈ ગયો હતો. જેથી તેને નજીક જઇ પકડવાની કોશિશ કરતા બંને વચ્ચે ઝપાઝપી થતા ભારે હોબાળો થયો હતો. જેના પગલે આજુબાજુથી લોકોએ દોડી આવતા ગામનો આ તસ્કર અંધારાનો લાભ લઇ ભાગી છૂટયો હતો. પરંતુ તેનો મોબાઈલ ત્યાંથી મળી આવતા ચોર ગામનો જ હોવાનું જણાતા મકાન માલિકે 17700 રૂપિયાની ચોરી કરી ભાગી છૂટેલા આ ઈસમ વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપી છે.

અન્ય સમાચારો પણ છે...